Satya Tv News

એરપોર્ટ સર્કલ પર અલગ અલગ સમાજના લોકો મોદીના સ્વાગત માટે ઊમટ્યા
PMના રોડશોમાં સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસનો કાફલો તહેનાત
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ વડાપ્રધાનનું એરપોર્ટ બહાર અભિવાદન કરશે
વડાપ્રધાન કમલમમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે. તેમના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. લોકોની ભીડ એરપોર્ટ સર્કલ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા વધી રહી છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભારતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરાશે.

એરપોર્ટ સર્કલ ખાતે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. થોડીવારમાં પીએમ મોદી એરપોર્ટ પહોંચશેગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદીપ પરમાર એરપોર્ટ સર્કલ પહોંચ્યા છે. સમગ્ર બંદોબસ્ત અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. આ પરિણામ પરથી સ્પષ્ટ છે. ગુજરાતમાં પ્રવાસને લઈ કાર્યકર્તામાં પણ જોશ છે.

પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ રોડ શૉની જવાબદારી સંભાળી રહ્યા છે. કમલમની બહાર ભાજપના જે નેતાઓ પ્રદેશ બેઠકમાં ભાગ લેવાના છે તે જ નેતાઓની ગાડીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, અન્ય કોઈ વ્યક્તિઓને એમની આસપાસ પણ ન આવવા દેવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે 4 રાજ્યોમાં ભાજપની જીત થઈ છે. જેથી ઉત્સાહ વધી રહ્યો છે અને તે જ ઉત્સાહ સાથે અલગ અલગ સમાજના લાખો લોકો પીએમ મોદીના સ્વાગત માટે રોડ શૉ માં આવ્યા છે.અમને અલગ અલગ જવાબદારી આપી છે તે પ્રમાણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પ્રદેશ બેઠક માટે પહોંચી ગયાં છે.પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ મેળવી લીધો છે.દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને આપવામાં આવેલા ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત છે. આજે બેઠકમાં ભાગ લેવા આવેલા કેટલાક નેતાઓ ટેબ્લેટ ભૂલી જતાં તાત્કાલિક ઘરેથી મંગાવવા પડ્યા હતા.

ઠક્કર હર્ષ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું યુક્રેનમાં ફસાયો હતો ત્યારે હંગેરી સુધી પહોંચ્યો હતો જે બાદ પીએમ મોદીએ શરૂ કરેલ મિશન ગંગા દ્વારા ભારત પરત આવ્યો છું.હું સુરક્ષિત રીતે ભારત પહોંચ્યો તે બદલ પીએમ મોદીનો આભાર માનવા આજે અહીંયા આવ્યો છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
અહીંથી કમલમ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે.
આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે.
PM મોદી આ બાદ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.
અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.

12મી માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ કાર્યક્રમ બાદ મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
આ દરમિયાન સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે.

error: