Satya Tv News

હાલ ભારતભરમાં નવી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ જાહેર કરી છે. સીએમઓ દ્વારા ટ્વીટ કરીને જણાવાયુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે.

ગાંધીનગર હાલ ભારતભરમાં નવી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ જાહેર કરી છે. સીએમઓ દ્વારા ટ્વીટ કરીને જણાવાયુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે.

ફિલ્મના દર્શકો વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. પરંતુ હાલ જાહેર જનતા નહીં, પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ ખુબ જ પસંદ પડી છે. તેમણે ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છા પણ પાઠવી છે. ધ કાશ્મીર ફાઈલ્સના પોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમ મોદીની સાથે ટીમનો એક ફોટો શેર કર્યો છે. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ તસવીરોને શેર કરતા લખ્યું, હું ખુબ જ ખુશ છું કે અભિષેકે ભારતના આ પડકારજનક ભરેલી હકીકતને દેખાડવાની હિંમત કરી. યુએસએમાં #TheKashmirFilesનું સ્ક્રીનીંગથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વના વલણને બદલવામાં ફાયદાકારક સાબિત થયું.

જ્યારે પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમની સાથે ફોટો શેર કરીને લખ્યું છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનો સુખદ અનુભવ રહ્યો. #TheKashmirFiles માટે તેમની પ્રશંસા અને માયાળુ શબ્દો તેને વધુ ખાસ બનાવે છે. અમે અગાઉ ક્યારેય ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં ગર્વ અનુભવ્યો નથી. આભાર મોદીજી…’

વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યુ છે. ફિલ્મે શરૂઆતના દિવસના કલેક્શનની સરખામણીમાં 8 કરોડથી વધુની કમાણીની સરખાણમીમાં 139 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ફિલ્મે કુલ કલેક્શનના 12 કરોડને પાર કરી લીધું છે.

error: