ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી લગભગ 9 કરોડ લોકોને સંપૂર્ણ રીતે કે આંશિક રીતે લોકડાઉનમાં ધકેલી દેવાયા છે. ચીનમાં કોરોનાના નવા કેસ સતત સામે આવી રહ્યા છે.
ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી લગભગ 9 કરોડ લોકોને સંપૂર્ણ રીતે કે આંશિક રીતે લોકડાઉનમાં ધકેલી દેવાયા છે. ચીનમાં કોરોનાના નવા કેસ સતત સામે આવી રહ્યા છે. આ જ કારણ છે કે તેને વુહાન મહામારી બાદ સૌથી મોટું સંક્રમણ ગણાવવામાં આવી રહ્યું છે. તજજ્ઞોએ ચેતવણી આપી છે કે જો ચીનમાં આ જ પ્રકારે કોરોના વધતો રહ્યો તો તે સમગ્ર દેશને પોતાની ઝપેટમાં લઈ લેશે.
ચીનના નેશનલ હેલ્થ કમિશને શનિવારે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી બે લોકોના મોત થયા છે. જાન્યુઆરી 2021 બાદથી પહેલીવાર મૃતક સંખ્યામાં વધારો નોંધાયો છે. ચીનમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમણના કેસ વધ્યા છે. કોરોના સંક્રમણથી બે લોકોના મોત ઉત્તર પૂર્વ જિલિન પ્રાંતમાં થયા છે. ત્યારબાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને 4638 થઈ ગઈ છે. ચીનમાં શનિવારે કોરોના સંક્રમણના 2157 નવા કેસ સામે આવ્યા. જે સંક્રમણના સામુદાયિક પ્રસાર સંલગ્ન છે.