Satya Tv News

યુક્રેનના શહેર મારિયુપોલમાં રશિયા સેનાએ એક આર્ટ સ્કૂલ પર બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે, 400 લોકોએ અહીં શરણ લીધી હતી.

યુક્રેનના શહેર મારિયુપોલમાં રશિયા સેનાએ એક આર્ટ સ્કૂલ પર બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે, 400 લોકોએ અહીં શરણ લીધી હતી. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે, રશિયાના બોમ્બ બ્લાસ્ટના કારણે સ્કૂલની ઈમારત નષ્ટ થઈ ગઈ અને તેના કારણ લોકો કાટમાળમાં દબાઈ ગયા છે. જો કે, હાલમાં કોઈના મોતની ખબર આવી નથી. રશિયાની સેનાએ બુધવારે મારિયુપોલમાં એક થિએટર પર બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો., અહીં પણ નાગરિકોએ શરણ લીધી હતી. અધિકારીઓ જણાવ્યું છે કે, અહીંથી 130 લોકોને બચાવામાં આવ્યા હતા, પણ કેટલાય લોકો કાટમાળમાં દબાયેલા હતા.

મારિયુપોલ આજોવ સાગર પર એક રણનીતિક બંદર સહેર છે. જેને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છએ કે, ઉર્જા, ભોજન અને પાણીની સપ્લાઈને શહેર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત રશિયાની સેના સતત શહેર પર બોમ્બ બ્લાસ્ટ કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, મારિયુપોલની ઘેરાબંધી ઈતિહાસમાં નોંધાશે, તેમણે કહ્યું કે, રશિયા અહીં પર યુદ્ધનો ગુનો કરી રહ્યા છે, બંને દેશ વચ્ચે ગત મહિલાથી જ જંગ ચાલી રહી છે. આ યુદ્ધના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોએ યુક્રેન છોડી દીધું છે, આ લોકોએ પાડોશી દેશોમાં શરણ લઈ લીધી છે.

તો વળી કહેવાય છે કે, રશિયાની સેના ધીમે ધીમે મારિયુપોલ પર કંટ્રોલ કરી રહી છે. રશિયાની સેનાએ મારિયુપોલમાં અંદર સુધી પ્રવેશ કરી લીધો છે. અહીં જંગ વધારે આક્રમક બની રહ્યો છે. આ જ કારણે મારિયુપોલમાં રહેલા કેટલાય પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે. સ્થિતિ એવી થઈ છે કે, સ્થાનિક અધિકારીઓએ પશ્ચિમી દેશો માટે વધારે મદદ માગી છે. મારિયુપોલના પોલીસ અધિકારી માઈકલ વર્શનિન એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં શહેરોના શહેર નષ્ટ થઈ જતાં જોઈ શકાય છે.

error: