Satya Tv News

4 લોકો કાટમાળમાં દબાઈ જતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ઘટનામાં 3 બાળકોના મોત નિપજ્યા જ્યારે માતાનો આબાદ બચાવ

પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યા વધુ કામગીરી હાથ ધરી

ભરૂચ બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા જોડાવું નજીક મકાન નંબર 903 માં રહેતા સોલંકી પરિવારના મકાન ધારશય થતા પરીવારના ત્રણ સભ્યોના કાટમાળમાં દબાતા મોત નિપજ્યું હતું..

YouTube player

બંબાખાના કુંભારિયા ઢોળાવ વિસ્તારના હરિજન વાસ વિસ્તારના 903 નંબરના મકાનમાં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી પોતાના 1 છોકરા અને ત્રણ પુત્રી સાથે પતિનું છત ગુમાવ્યા બાદ પણ અથાગ મહેત કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી.પતિનો છાયો ગુમાવ્યા બાદ પણ હિંમત સાથે પોતના પરિવારના ઘડતર માટે નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરી પ્રાયસ કરી રહી હતી .જેના માથે આજરોજ વર્ષા બેન પોતના નિત્યકર્મ પ્રમાણે નગરપાલિકામાં કામ અર્થે પોતના બાળકોને ઉંઘતા મૂકી નીકળતા 8.30 વાગે ના સુમારે અચાનક મકાન ધરાશ થતા કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી સ્થાનિકો દ્વારા નગરપાલિકા ફાયર ફાઈટરો ને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકો ની મદદથી કાટમાળ હટાવતાં નિશા કિશોર સોલંકી ઉ.10, પ્રિન્સ કિશોર સોલંકી ઉ.14, અંજના કિશોર સોલંકી અને મોટી બહેન ગાયત્રી કિશોર સોલંકી કાટમાળમાં દબાયેલા હાલતમાં મળી આવતા બહાર કઢાતા નિશા ,પ્રીન્સ, અને અજનાનું ઘટના સ્થળે કાટમાળમાં દબાતા મોત નિપજ્યું હતું જ્યારે ગાયત્રી બેન કિશોર સોલંકી ઉ.20નો બચાવ થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

error: