Satya Tv News

સોસીયલ મીડિયામા મનસુખભાઈને ખોટી રીતે બદનામ કરનારાને આડેહાથે લીધા.

મારા પિતાને ફકત આદિવાસી નહિ પરંતુ સર્વ સમાજનું સમર્થન છે.

અનેક પ્રકારની ધમકીઓની સામે પણ પ્રજાકીય કામો નીડરતાથી કરી રહ્યા છે અને હું તથા મારો સમગ્ર પરિવાર તેમની સાથે છે

મારા પિતાએ ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.એસ.ડબલ્યુનો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સરકારી નોકરી ના સ્વીકારતા નર્મદા તથા કરજણ ડેમના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નોને લઈને રેલીઓ કાઢી, આંદોલનો કર્યા છે.-પ્રીતિ વસાવા

છેલ્લા છ (6)ટર્મથી સતત લોકસભાની ચૂંટણી જીતતા આવેલા પ્રજાના લોકપ્રિય સાંસદ મનસુખવસાવા વર્ષોથી આદિવાસીઑના પ્રશ્નો અને પ્રજાના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છે.પણ છેલ્લા કેટલાક વખતથી રેતી માફિયાઑ સામે મેદાને પડેલા મનસુખ વસાવા સામે કેટલાક રેતી માફિયાઓ અને અધિકારીઓ પણ મેદાને પડ્યા છે ત્યારે પાર્ટીના કાર્યકરો, આગેવાનો સહીત આમ પ્રજા પણ તે
ના સમર્થનમા આગળ આવ્યા છે અને સતત સત્યની લડાઈ લડતા આવ્યા છે.ત્યારે પિતાના સમર્થનમા તેમની પુત્રી પ્રીતિ વસાવા પણ આગળ આવી છે.
પિતાના સમર્થનમા સોસીયલ મીડિયામા મનસુખભાઈને ખોટી રીતે બદનામ કરનારાને આડેહાથે લીધાછે. પ્રીતિ વસાવાએ સોસીયલ મીડિયામા પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા જણાવ્યું છે કે હમણાં હમણાં આદિવાસીગ્રુપોમાં મારા પિતા અને ભરૂચના સાંસદસભ્ય મનસુખભાઈ વસાવા માટે સોશિયલ મીડિયામાં નિમ્નકક્ષાના શબ્દપ્રયોગ કરવામાં આવી રહ્યા છે.જેવા કે ભાજપની કઠપુતળી, આદિવાસી સમાજનો કલંક, ઉજળીયાતનો હાથો.. આવા શબ્દપ્રયોગ કરવામાં આવે છે જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. તેઓને મારો જવાબ છે કે મારા પિતા ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૮૧-૮૨ માં એમ.એસ.ડબલ્યુનો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સરકારી નોકરી ના સ્વીકારતા નર્મદા તથા કરજણ ડેમના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નોને લઈને રેલીઓ કાઢી, આંદોલનો કર્યા છે. જંગલની જમીન આદિવાસીઓને મળે જેના માટે ભાજપ આદિવાસી મોરચાના થકી સરકારમાં સતત રજૂઆતો કરતા રહ્યા છે. આદિવાસીઓના હક – અધિકાર માટે હંમેશા તેઓ જાગૃત છે. ૧૯૯૫ માં નાંદોદ વિધાનસભા ઐતિહાસિક ૨૪,૦૦૦ ની લીડથી જીત્યા હતા અને ૧૯૯૮ થી ૬ ટર્મથી ભરૂચ લોકસભા જંગી બહુમતીથી જીતતા આવ્યા છે. આદિવાસી તાલુકાઓ જેવા કે સાગબારા, ડેડીયાપાડા, નેત્રંગ, વાલિયા, ઝઘડીયામાંથી પણ મોટા માર્જિનથી મત મળે છે. આદિવાસી પ્રજા સતત તેમની પડખે છે.

લોકસભામાં પણ તેઓએ સર્વ સમાજને લગતા પ્રશ્નો જેવાકે આદીવાસી ખેડૂતોને સિંચાઇ, યુવાનોને રોજગારી, ખેડૂતો માટેના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરતા આવ્યા છે તથા ૧૯૫૬ થી આદીવાસીઓના ખોટા પ્રમાણપત્રોનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો અને તે સમયે આદિવાસી સમાજનું ખૂબ મોટું સમર્થન તેઓને મળતું હતું. અનેક ધમકીઓની વચ્ચે પણ બોગસ પ્રમાણપત્રોના મુદ્દો મોટી લડત લડી રહ્યા છે. ભારત સરકાર કે રાજ્ય સરકારમાં હંમેશા આમ પ્રજાના શબ્દો સતત નીડરતાથી રજૂવાત કરતા આવ્યા છે. નર્મદા નદીને બચવવાનું અને વન સંપત્તિને બચાવવા માટે તેઓ જાગૃત છે.

અમારા કુટુંબ પરિવારની ચિંતા કર્યા વિના હંમેશા તેઓ પ્રજાના સુખ – દુઃખમાં તેઓ અગ્રેસર છે. નેત્રંગ, પીપલોદ, ભાલોદ, શુકલતીર્થ જેવી જગ્યાએ દુઃખદ ઘટના ઘટી તો તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. વાલીયા તાલુકાના ચમારિયા ગામે ભાજપના કાર્યકર ઉપર BTP ના આગેવાનો દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો હતો તો એ BTP ના વર્ચસ્વવાળા ગામમાં પણ ભાજપના આગેવાનોને હૂંફ આપવા પહોંચી ગયા હતા. મારા પિતાશ્રીને ફકત આદિવાસી નહિ પરંતુ સર્વ સમાજનું સમર્થન છે. અનેક પ્રકારની ધમકીઓની સામે પણ પ્રજાકીય કામો નીડરતાથી કરી રહ્યા છે અને હું તથા મારો સમગ્ર પરિવાર તેમનો સપોર્ટ કરે છે. જનસેવા એજ પ્રભુસેવા એ અમારો ધર્મ છે. ટીકા કરવા કે નિંદા કરવાવાળા ગમે તેટલું લખે પણ એમને કોઈ ફરક પડવાનો નથી. સુર્યની સામે ધૂળ જેટલી ઉડાવો તો પણ સૂર્યને તેનાથી કોઈ ફરક નહિ પડે અને ધૂળ તમારી આંખમાં આવશે.એમ પ્રીતિ વસાવાએ જણાવ્યું છે

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ સત્યા ટીવી ,રાજપીપલા

error: