પેટ્રોલ-ડીઝલ બાદ હવે પાઈપ નેચરલ ગેસ એટલે કે PNG અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG માં પણ ભાવ વધારો થતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
IGL એ માહિતી આપતા જણાવ્યું કે, PNGના ભાવમાં રૂ. 1 રૂપિયા પ્રતિ SCMનો વધારો થયો છે. જ્યારે CNGનાં ભાવમાં 50 પૈસાનો વધારો થયો છે. કંપનીના જણાવ્યાં અનુસાર ગેસની વધતી જતી કિંમતના કારણે આ વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 24 માર્ચથી એટલે કે આજથી લાગુ થશે. રશિયા-યુક્રેન યુદ્ધનાં કારણે ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. PNGનાં ભાવ પહેલાં CNG, LPG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ઇંધણના ભાવમાં આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઉછાળાને કારણે જોવા મળી રહ્યો છે. ભારત પોતાની ઇંધણની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે.
IGL એ પોતાના ગ્રાહકોને SMS દ્વારા કિંમતમાં 1રૂપિયો પ્રતિ SCMના વધારા વિશે જાણકારી આપી છે. આજના આ વધારા સાથે ગૌતમ બુદ્ધ નગરમાં PNGના દરો વધીને રૂ. 35.86 પ્રતિ SCM થઈ ગયા છે. તો આ સાથે ગાઝિયાબાદમાં પીએનજીના દરો પણ સમાન સ્તરે વધી ગયા છે. જ્યારે દિલ્હીમાં કિંમત પ્રતિ SCM રૂપિયા 36.61 એ પહોંચી ગઈ છે. અગાઉ જાન્યુઆરીમાં પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં, કંપનીએ SCM દીઠ ભાવમાં 50 પૈસાનો વધારો કર્યો હતો. કંપનીએ એ માટે વધતી જતી કિંમતને કારણ ગણાવ્યું છે.
બીજી બાજુ જો ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં ગુજરાત ગેસ દ્વારા CNG અને PNG ગેસમાં ભાવવધારો કરાતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં CNGમાં 3 રૂપિયાનો વધારો કરાયો તો PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. આથી, CNGનો નવો ભાવ 70.53 પ્રતિકિલો થઇ ગયો છે તો PNGનો નવો ભાવ 39.05 પ્રતિકિલો થયો