કામરેજમાં ૩૧ માર્ચથી ચોર્યાસી ટોલટેક્ષમાં થશે રાહત
૩૧ માર્ચથી કંપનીનો કોન્ટ્રાક પૂર્ણ થવાથી વાહન ચાલકોને મળશે રાહત
૪૦ હજારથી વધુ વાહનો રોજના પસાર થાય
કિમ :- વાત કરીએ કામરેજના ચોર્યાસી ટોલટેક્ષ માંથી મળશે હવે વાહન ચાલકોને રાહત થશે.નેશનલ હાઇવે ૪૮ પર કામરેજના ચોર્યાસી ટોલનાકા પર હવે વાહન ચાલકોને ટોલટેક્ષમાંથી મળશે રાહત,વાહન ચાલકો ૧૨૦ રૂપિયા ટોલટેક્ષ ભરતા હતા હવે માત્ર ૪૮ રૂપિયા ચુકવવા પડશે
સરકાર દ્વારા સારા રસ્તા વાહન ચાલકોને મળે એ માટે ખાનગી કંપનીઓ ને ટોલ ટેક્ષના બદલામાં રસ્તા બનાવવાની જવાબદારી આપવામાં આવે છે.જ્યાં નેશનલ હાઇવે પર ચાર માર્ગીય રસ્તા હતા એ રસ્તા ૬ માર્ગીય બન્યા અને બદલામાં વાહન ચાલકોએ સુવિધાના બદલામાં ટોલ ટેક્ષ ભરતા હતા પરંતુ હવે એક સારા સમાચાર આવી રહ્યા છે.કામરેજના ચોર્યાસી ટોલટેક્ષ પર હવે ૧૨૦ ના બદલે ૪૮ રૂપિયા ટોલટેક્ષ ભરવો પડશે કેમકે ૩૧ માર્ચથી હાલની કંપનીનો કોન્ટ્રાકટ નેશનલ હાઇવે ઓથોરીટી સાથે પૂર્ણ થાય છે
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કીમ