નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે :
જિલ્લા પ્રશાસન દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
નર્મદા જિલ્લામા કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી વાર જાહેર બોર્ડની પરીક્ષા આપવા ધોરણ- ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સજ્જ બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પરીક્ષામાટે સજ્જ બન્યું છે.
આગામી તા.૨૮ મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહની યોજાનારી જાહેર પરીક્ષાઓ તા.૨૮ મી માર્ચથી શરૂ થવાની છે ત્યારે વહીવટી તંત્રએ પરીક્ષાને આખરી ઓપ આપી દીધો છે.આ અંગેજિલ્લા ક્લેકટર ના અધ્યક્ષ સ્થાને અને યોજાયેલ પત્રકાર પરિષદમા જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલની ઉપસ્થિતિમા યોજાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં જિલ્લાના કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં જિલ્લાના ૨૪-પરીક્ષા કેન્દ્રો અને ૪૫-પરીક્ષા બિલ્ડીંગોમાં ૫૧૬ બ્લોકમાં પરીક્ષા લેવાશે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. ગેરરીતી કરનાર કે કરાવનાર કોઇપણ વ્યકિત કેમેરામાં કેદ થઇ જશે. કેમેરાના ફુટેજના આધારે આવી વ્યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપલબ્ધ રહશે. CRPC ની કલમ-૧૪૪, પરીક્ષા સ્થળથી ૧૦૦ મીટર અંતરે ઝેરોક્ષ પર પ્રતિબંધ અને પરીક્ષા સ્થળમાં બિન-અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના જાહેરનામાં પ્રસિધ્ધ કરાયાં છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે અલગ બસની વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત પરીક્ષા સમય દરમિયાન વીજ પુરવઠો પણ સતત ચાલુ રહે તે રીતનું સુચારૂં આયોજન કરવાની સાથે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે કંન્ટ્રોલ રૂમનીની પણ વ્યવસ્થા ઉભી કરાઇ હોવાનું જણાવાયું હતું
જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સાથે સત્યા ટીવી રાજપીપલા