Satya Tv News

WION ને બ્લોક કરવાનો નિર્ણય યુટ્યૂબને ભારે પડી ગયો છે. દર્શકોના દબાણના કારણે યુટ્યૂબે બ્લોક કરવાનો નિર્ણય પાછો લઈ લીધો.WION ના સમર્થનમાં દર્શકોએ સતત 12 કલાક સુધી ટ્વિટર પર અભિયાન ચલાવ્યું. આ દરમિયાન 25 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવી. દર્શકોના ભારે સમર્થનને જોતા આખરે યુટ્યૂબે WION ની ચેનલને બ્લોક કરવાનો નિર્ણય પાછો લેવો પડ્યો. અત્રે જણાવવાનું કે 22 માર્ચના રોજ ચેનલને બ્લોક કરાઈ હતી. ત્યારબાદથી વીડિયો અપલોડ કરવાની મંજૂરી નહતી. જો કે સમાચાર ચેનલનું કહેવું છે કે પત્રકારત્વના નિયમો મુજબ તેણે રશિયાના આક્રમણની ટીકા કરીને કહાનીના બંને પક્ષોને જનતા સમક્ષ રજૂ કર્યા હતા.

WION એ કોઈ પણ પક્ષપાત વગર રશિયા-યુક્રેન યુદ્ધનું સતત કવરેજ કર્યું હતું. દુનિયામાં નિષ્પક્ષ અને સંતુલિત રિપોર્ટિંગ માટે દર્શકો WION જોઈ રહ્યા છે. Youtube એ કોઈ પણ વ્યાજબી કારણ વગર જ આ ગ્લોબલ ચેનલને બ્લોક કરી દીધી હતી. WION રશિયા અને યુક્રેન યુદ્ધનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતી રહી છે. 22 માર્ચના રોજ યુટ્યૂબે WION ને બ્લોક કરી દીધી હતી. યુટ્યૂબ ચેનલ પર નવા વીડિયોઝ આ કારણથી અપલોડ થઈ શકતા નહતા.

યુટ્યૂબને WION ના 10 માર્ચના એક વીડિયો પર આપત્તિ હતી. આ વીડિયોમાં 2 લાઈવ ભાષણ દેખાડવામાં આવ્યા હતા. પહેલું ભાષણ યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રી કુલેબાનું હતું. જ્યારે બીજું રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવનું હતું. ત્યારબાદ યુટ્યૂબે 22 માર્ચના રોજ WION ને નોટિસ આપી હતી. આ વીડિયોને યુટ્યૂબે પોતાની કમ્યુનિટી ગાઈડલાઈન વિરુદ્ધનો ગણાવ્યો અને ચેનલને મેસેજ મોકલી નવા વીડિયો અપલોડ કરવા પર રોક લગાવી દીધી. WION એ યુટ્યૂબને અપીલ કરી પરંતુ તે ફગાવી દેવામાં આવી. ત્યારબાદ ચેનલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને મેઈલ લખીને સ્પષ્ટીકરણ માંગ્યુ.

આ વિડિયોમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે કોઈ પણ દેશ પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યા નથી. એટલે સુધી કે અમે યુક્રેન ઉપર પણ હુમલો કર્યો નથી. તેમણે કહ્યું હતું કે તેઓ એક એવી સ્થિતિમાં છે જ્યાં રશિયન ફેડરેશનની સુરક્ષા પર સીધુ જોખમ જોવા મળી રહ્યું છે. સમાચાર ચેનલ WION ના જણાવ્યાં મુજબ આ નિવેદન રશિયાના વિદેશમંત્રીનું છે. સમાચાર ચેનલે ન તો તે સંલગ્ન કોઈ નિવેદન આપ્યું છે કે ન તો આવા કોઈ પણ નિવેદનનું સમર્થન કરવા માંગે છે. તેમણે કહ્યું કે અમે ફક્ત પત્રકાત્વ સંલગ્ન નિયમોના દાયરામાં રહીને રશિયાના વિદેશમંત્રીનું નિવેદન બતાવી રહ્યા હતા. બરાબર એ જ પ્રકારે યુક્રેનના વિદેશમંત્રીનું નિવેદન દેખાડવામાં આવ્યું હતું.

WION પર યુટ્યૂબની આ કાર્યવાહીની ખુબ ટીકા થઈ. ટ્વિટર પર #YouTubeUnblockWION ટ્રેન્ડ કરવા લાગ્યું અને ગણતરીના કલાકોમાં તો આ હેશટેગ પર 25 હજારથી વધુ પોસ્ટ આવી ગઈ. લોકોએ ચેનલનું ભરપૂર સમર્થન કર્યું. 12 કલાકની અંદર 25 હજારથી વધુ ટ્વીટ થયા બાદ આખરે યુટ્યૂબે પોતાનો પ્રતિબંધ હટાવવો પડ્યો અને ચેનલની ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરીથી વાપસી થઈ ગઈ.

error: