Satya Tv News

સરકારી હોસ્પિટલમાં 7 વર્ષની બાળકીનું મોત થયું હતું. પિતા પુત્રીના મૃતદેહને લેવા માટે એમ્બ્યુલન્સની માંગ કરતા રહ્યા હતા, અને જ્યારે તેને એમ્બ્યુલન્સ ન મળી, ત્યારે તેઓ મૃતદેહને ખભા પર લઈને 10 કિમી પગપાળા ચાલીને ઘરે પહોંચ્યા હતા.

આ ઘટના વિશે સાંભળીએ તો આપણાં રૂંવાડા ઊભા થઈ જાય કે શું માનવતા મરી પરવારી છે? એક બાપને એની મરેલી દીકરીને આ રીતે ખબે ઉપાડીને લઈ જવી પડે એથી વધારે પણ કરુણ કંઇ હોય શકે?

એવો પણ આરોપ છે કે બાળકીનું મોત નર્સના ખોટા ઈન્જેક્શનને કારણે થયું છે. જેના પગલે આરોગ્ય પ્રધાનના નિર્દેશો પછી, બીએમઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ આખો મામલો ખરેખર તો લખનપુર બ્લોકનો છે. જેનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે. આમદલા ગામમાં રહેતા ઈશ્વરદાસની પુત્રીની તબિયત બે દિવસથી બગડી રહી હતી. તેને તાવ આવતો હતો. આ અંગે પરિવારજનો તેને શુક્રવારે સવારે લગભગ 6 વાગે સામુહિક આરોગ્ય કેન્દ્ર લખનપુર લઈ ગયા અને દાખલ કરવામાં આવી હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતદેહ લેવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટ પાસેથી એમ્બ્યુલન્સ માંગવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ એક એમ્બ્યુલન્સ ન મળી ન હતી.

શહેરના માર્ગો પર એક ચિંતાજનક દ્રશ્ય જોવા મળ્યું હતું. પિતાએ પુત્રીના મૃતદેહને ખભા પર ઉઠાવ્યો અને લગભગ 10 કિમી ચાલીને પોતાના ઘરે પહોંચ્યા. બાળકીના પિતા ઇશ્વર દાસે જણાવ્યું હતું કે તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટને મૃતદેહ લઈ જવા માટે પૂછ્યું હતું, પરંતુ તેઓ ગલ્લા તલ્લાં રહ્યા. સાથે જ તેણે એવો પણ આરોપ પણ લગાવ્યો હતો કે નર્સે તેની દીકરીને ખોટું ઈન્જેક્શન આપ્યું હતું. આ પછી, તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને તેનું મૃત્યુ થયું.

બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંઘદેવે કહ્યું કે એક ચિંતાજનક તસવીર સામે આવી છે જ્યાં એક વ્યક્તિ મૃતદેહને ખભા પર લઈ જઈ રહ્યો છે. આ બાબત ધ્યાનમાં લેવામાં આવી છે. અને CMHOને તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સ આવવામાં વધારે મોડું થયું હતું. તમામ સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં મૃતદેહોની વ્યવસ્થા માટે વ્યવસ્થા સારી કરવામાં આવશે. જેથી આ પ્રકારની ઘટના ફરી ક્યારેય ન બને.

error: