Satya Tv News

એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ આરઆરઆર 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મનો મોર્નિંગ શો જોવા ગયેલા એક ફેનનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુનું કારણ હાર્ટ અટેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ફેનનું નામ ઓબુલેસુ છે અને તેની ઉંમર 30 વર્ષની છે. ઓબુલેસુ આંધ્રપ્રેદશના અંનતપુરના એસ વી મેક્સમાં ફિલ્મ જોઈ રહ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી તેનું શરીર કોઈ મૂમેન્ટ નહોતું કરી રહ્યું. જેના પછી તેના મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ ઓબુલેસુને મૃત જાહેર કરી દીધો.ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે ફિલ્મને 100 કરોડથી વધુનું ઓપનિંગ મળી શકે છે. પ્રી-રિલીઝ કમાણીમાં પણ RRRએ ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. ડિસ્ટ્રીબ્યુશન, સેટેલાઈટ, મ્યુઝિક જેવા રાઈટ્સ વેચીને ફિલ્મે રિલીઝ પહેલા જ લગભગ 800 કરોડની કમાણી કરી લીધી છે.

error: