Satya Tv News

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ સહિત છ લોકોને 11 વર્ષ જૂના કેસમાં કોર્ટે એક વર્ષની સજા સંભળાવી છે. તેમના પર પાંચ હજાર રૂપિયાનો દંડ પર લગાવ્યો છે. તો વળી આ મામલામાં ત્રણ લોકોને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ દિગ્વિજય સિંહ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, હવે આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

મોડી સાંજે કોર્ટે 25-25 હજાર રૂપિયાના બોંડ પર જામીન આપ્યા હતા. ચુકાદો આવ્યા બાદ દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને તેને નકલી ગણાવ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે, 11 વર્ષ જૂના કેસમાં મારુ નામ FIRમાં હતું જ નહીં, રાજકીય પ્રેશરમાં બાદમાં તે જોડવામાં આવ્યું. મને સજા સંભળાવવામાં આવી. હું અહિંસાવાદી માણસ છું. હિંસક પ્રવૃતિઓનો સદાયે વિરોધ કરુ છું. તેમણે આગળ લખ્યું છે કે, ADJ Court નો આદેશને હાઈકોર્ટમાં અપીલ કરશે. હું ન તો ભાજપથી ડર્યો છું ન સંઘથી ડર્યો છું અને ક્યારેય ડરીશ પણ નહીં. પછી ભલે ને ગમે તેટલાય ખોટા કેસમાં ફસાવીને સજા અપાવે.

error: