આસામના રાજયપાલ સ્ટેટયૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ વડોદરા પરત ફરતા હતા ત્યારે ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પર કિસાનનગર પાસે અકસ્માત સર્જાયો હતો.
રાજયપાલનો કાફલો પસાર થયા બાદ પાછળથી સ્પીડમાં જતા ખાનગી વાહનો પૈકી એક વાહને અચાનક બ્રેક મારતા ત્રણ ગાડીઓ એકસાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા થઇ ન હતી પરંતુ ત્રણે વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતના પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો.