છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડ ઝડપથી વધી છે. લોકોની આ ડિમાન્ડને જોતા કેટલીક કંપનીઓએ નવા વ્હીકલ લોન્ચ કર્યા છે પરંતુ આ વ્હીકલ્સની સાથે તકનીકી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. શનિવારે પૂણેના લોહેગાવ વિસ્તારમાં એક ઓલા એસ1 પ્રો ઈલેક્ટ્રિક સ્કુટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
31 સેકન્ડની ક્લિપમાં સ્કૂટર ધુમાડાથી સળગી રહ્યું છે. સ્કૂટર સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગયું છે. આગના કારણે તેના ઘણા ભાગો બહાર આવતા જોવા મળી રહ્યા છે.