વાગરા તાલુકા વિકાસ અધિકારી એ પોલીસ મથકે ચાર સામે એફઆઇઆર કરાવી
પંથકમાં સરકારી જગ્યાઓમાં દબાણ કરનારા તત્વોમાં ફફડાટ
સરકારી જગ્યામાં દબાણકર્તાઓ સામે તંત્ર ની લાલ આંખ
વાગરા ના અરગામા ગામે ઢોર ચરણ અને સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ નો મામલો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.જિલ્લા સમાહર્તા એ ટી.ડી.ડી.ઓ ને ચાર ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા તાલુકામા ખળભળાત વ્યાપી જવા પામ્યો છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અરગામા ગામના દાઉદ યુસુફ પટેલ તથા સુલેમાન અહમદ પટેલે ગૌચર સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવીને ભાડું ઉઘરાવતા અરગામાં ના સૈયદવાડ ખાતે રહેતા નાસીર ઉર્ફે નાસીરબાવા ઈબ્રાહીમ સૈયદ તેમજ આસિફ ઈબ્રાહીમ સૈયદ તથા મોહસીન ઐયુબ સૈયદ અને નઈમ સૈયદ દીનું વિરુદ્ધ ઓનલાઇન અરજીઓ કરી હતી.જે અનુસંધાને વાગરા મામલતદારે તપાસ હાથ ધરતા સદર સર્વે નંબર ૬૪ વાળી કુલ ૪-૧૫-૪૨ હેકટર જમીન આવેલી છે.જે પૈકી ૨૦૦ ચોરસ મીટર ઐયુબ એહમદ દેસાઈ ને ફાળવવામાં આવેલ છે.તથા ૨ હેકટર જમીન ઉપર આદિવાસી લોકોના મકાન તેમજ ઝૂંપડા આવેલા છે.જે મફત પ્લોટ યોજના અન્વયે કાર્યવાહી પ્રક્રિયામાં છે.જે જમીન ઉપર ઉપરોક્ત નામ વાળા ચારેય ઈસમોએ ઓકટોબર ૨૦૨૧ પહેલા કોઈપણ સમયે દુકાનો બનાવી ભાડે આપવામાં આવેલ હોવાનું સપાટી પર આવ્યુ હતુ.તેમજ સદર મિલ્કત નું ભાડું ચારેય ઈસમો દ્વારા વસૂલ કરવામાં આવતુ હોવાની વિગતો ભાડેથી દુકાન ચલાવનાર ઈસમો એ જણાવેલ હતી.જે આધારે જિલ્લા કલેકટર દ્વારા વાગરા ના તાલુકા વિકાસ અધિકારી ભરતકુમાર હીરાભાઈ મકવાણાને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરાતા ટી.ડી.ઓ એ અરગામા ગામના સૈયદવાડ ખાતે રહેતા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા ની સેક્શન ૪(૩) તેમજ ૫(c) એન.એસ.અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.મળતી માહિતી અનુસાર ગુનાની ગંધ પારખી જનાર ચારેય ઈસમો ફરાર થયા હોવાની માહિતી સાંપડી છે.
અરગામા ગામે સરકારી જમીનમાં ગેરકાયદે દુકાનો બનાવનાર ચાર સામે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાતા દબાણકર્તાઓ દબાણ માં આવી ગયા હતા.ગુનો નોંધાયા ની ગંધ આવી જતા સ્થળ ઉપર એક દુકાન તોડી પાડી ગુનો કર્યો જ નથી તેમ સાબિત કરવાનો બાલિશ પ્રયાસ કર્યાનું સામે આવ્યુ છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા