ગુજરાતની ટીમની કમાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં છે જ્યારે લખનઉ ટીમની કમાન કેએલ રાહુલ સંભાળી રહ્યા છે.
વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 ક્રિકેટ લીગ IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં વધુ બે નવી ટીમો ઉમેરાઈ છે. ગુજરાત ટાઈટન્સ (GT) અને લખનઉ સુપર જાયંટ્સ વચ્ચે ક્રિકેટ રમાશે. આ બંને IPLની નવી ટીમો છે અને પોતાની પ્રથમ મેચ એકબીજા સામે રમશે.
ગુજરાતની ટીમની કમાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં છે જ્યારે લખનઉ ટીમની કમાન કેએલ રાહુલ સંભાળી રહ્યા છે. હાર્દિક ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હતા. જ્યારે રાહુલ ગત સિઝન સુધી પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો.
રાહુલ IPL ઈતિહાસમાં સૌથી વધુ 17 કરોડ રૂપિયા ફી મેળવનાર ખેલાડી પણ છે. લખનઉએ તેમને આ રકમ પર ડ્રાફ્ટ કર્યો હતો. જ્યારે અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને 15 કરોડમાં સાઈન કર્યો છે. આ બંને ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝીના ભરોસે પડકારોનો સામનો કરશે.
મેચની ખાસ વાતએ છે કે, હાર્દિક અને કૃણાલ પંડ્યા એટલે કે બે ભાઈઓ પહેલીવાર એકબીજા સામે જોવા મળશે. આ બંને ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળ્યા હતા. હાર્દિકને અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ ડ્રાફ્ટ કર્યો હતો, જ્યારે કૃણાલ મેગા ઓક્શનમાં દેખાયો હતો. લખનઉ ફ્રેન્ચાઈઝીએ 8.25 કરોડ રૂપિયામાં બોલી લગાવીને કૃણાલને ખરીદ્યો હતો.
ગુજરાત ટાઈટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), ઋૃદ્ધિમાન સાહા, વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ શમી.
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), મનીષ પાંડે, દીપક હુડા, મનન વોહરા, કૃણાલ પંડ્યા, અંકિત રાજપૂત, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, દુષ્મંથા ચમીરા અને અવેશ ખાન.