Satya Tv News

જોકે તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જેના પગલે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવાનું નક્કી કર્યું હતું. અને આ માટે શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, દરમિયાન ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસી કાર્યકરોને યુવા સ્વાભિમાન સંમેલનમાં પહોંચે તે પહેલા જ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ માટે પોલીસ પાસેથી કોઈ મંજૂર લેવામાં નથી આવી જેને લઈને પોલીસે ઠેરઠેર કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

યુથ કોંગ્રેસના સ્વાભિમાન સંમેલન સભા પહોંચેલા કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, સ્વાભિમાન સંમેલન પર કોંગ્રેસ અડગ રહેશે. અમે આ મુદ્દે વિધાનસભામાં વિરોધ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર અમારાથી ડરી રહી છે. જેને લઈને હમ લડેંગે ,ઝુકેગે નહીં. સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ પહેલા પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓએ યુવાઓને સત્યાગ્રહ છાવણી પહોંચવા આહ્વાન કર્યું છે, ત્યારે આજે ગાંધીનગર ખાતે યુવા ,સ્વાભિમાન સંમેલનમમાં બેજરોજગારી, યુવા , શિક્ષણ સહિત મુદ્દે વિરોધ નોધાવ્યો હતો. જો કે, યુવા કોંગ્રેસના નેતાઓ પોતાનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. અને કોંગ્રેસના કાર્યકર પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.

error: