Satya Tv News

બે દિવસની હડતાલથી પોસ્ટનું કામકાજ ઠપ થઇ ગયું.

પોસ્ટના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીદેખાવો યોજ્યા

તા. ૨૮ અને ૨૯ માર્ચ એમ બે દિવસની ગુજરાત પોસ્ટલ સર્કલ ના તમામ પોસ્ટલ કર્મચારીઓ હડતાલમા જોડાઈ જતા પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલના આદેશ અનુસાર રાજપીપલા પોસ્ટ ઓફિસના તમામ કર્મીઓ હડતાલમા જોડાઈ જતા આજે પોસ્ટનું કામકાજ ઠપ થઇ ગયું હતું.પોસ્ટના કર્મચારીઓ કામકાજ થી અળગા રહી સૂત્રોચ્ચાર કરીદેખાવો યોજ્યાહતા

ગુજરાત પોસ્ટલ સર્કલ ના તમામ પોસ્ટલ કર્મચારીઓને આ બે દિવસીય હડતાળ સંપૂર્ણ સફળ બનાવવા પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલ આહવાન કરતા રાજપીપલા પોસ્ટ ઓફિસ ખાતે તમામ કર્મચારીઓ પણ બે દિવસની હડતાલમા જોડાઈ જતા પોસ્ટનું કામકાજ ઠપ થઈ ગયું હતું.રાજપીપલા પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ હડતાલમા જોડાઈ ગયા હતા. અને સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો જેમાં ભરુચ ડીવીઝન પોસ્ટ ઓફિસના નર્મદા ખાતેના યુનિયન લીડર હસમુખભાઈ પ્રજાપતિએ સૂત્રોચ્ચાર કરાવી તેમની માંગણીઓ સંતોષવા અનુરોધ કર્યો હતો.

ઈ ચા. પોસ્ટ માસ્ટર ઉમેદભાઈ તડવીએ હડતાળની મુખ્ય માંગણીઓવિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમારી માંગણીઓમા
નવી પેન્શન યોજના રદ કરો અને જુની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરો.,ખાનગીકરણની હિલચાલ અને ફ્રેન્ચાઈઝી આઉટલેટ્સ ખોલવાનું બંધ કરો અને ડાક મિત્ર યોજના પાછી ખેંચો.

ઈન્ટરનેટ કનેક્ટીવીટી ની સ્પીડ વધારવી અને વારંવાર થતી ફિનેકલ સર્વરની સમસ્યા દૂર કરવી.•પાર્સલની ડિલિવરી માટે નોડલ ડિલિવરી કેન્દ્રો અને સ્પીડ પોસ્ટ લેટર્સની ડિલિવરી માટે સેન્ટ્રલ ડિલિવરી કેન્દ્રો બંધ કરો.

• કોરના સંબંધિત તમામ સમસ્યાઓ જેવી કે, DOPT ની સૂચના મુજબ કોરોનાને કારણે GDS સહિત તમામ ગેરહાજરીને નિયમિત કરો તેમજ કોરોનાને કારણે મૃત કર્મચારીનાં પરિવારને રૂા. દસ લાખનું વળતર ચૂકવવું તેમજ કોરોનાને કારણે મૃતક કર્મચારીના પરિવારના એક સભ્યની ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરવી.

કમલેશ ચંદ્ર કમિટિના રીપોર્ટ મુજબ GDs ની ખાલી પડેલી જગ્યાઓ પર આઉટ સાઈડરની નિમણૂક કરવા બાબત.

Hડવા/પડકન ની તમામ ખાલી જગ્યાઓ ભરવી.

18 મહિનાનું રોકી રાખેલુ મોંઘવારી ભથ્થુ તાત્કાલિક ચૂકવવું.

પાંચ દિવસનું અઠવાડિયું ગણી શનિવારે પણ રજા આપવી.

•ટાર્ગેટ, મેળા અને IPPB મહા લોગીન દિવસ તથા ડિપાર્ટમેન્ટ સિવાયનાં અન્ય કાર્યમાં

નામે કર્મચારીને માનસિક રીતે હેરાનગતિ કરવાનું બંધ કરો.

• તમામ સ્તરે દરેક યુનિયનને નિયમિતપણે મીટીંગ આપવી.

એકાઉન્ટન્ટને વિશેષ ભથ્થુ આપવું.વગેરે મુદ્દાઓ ની માંગણી કરી હડતાલનું શસ્ત્ર ઉગમતા રાજપીપલા પોસ્ટઓફિસનું કામકાજ ઠપ થઇ ગયું હતું.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: