Satya Tv News

  • એક ઈન્ટરવ્યુ દરમિયાન બિટ્ટાએ પોતે જ 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું

જમ્મુ કાશ્મીરમાં હત્યાઓના આરોપી રહી ચુકેલા ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે વિરૂદ્ધ 31 વર્ષ બાદ આજે ફરી સુનાવણી થશે. હકીકતે શ્રીનગરની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં બિટ્ટા કરાટે વિરૂદ્ધ નોંધાયેલો કેસ ફરી ખોલવાની માગણી કરવામાં આવેલી છે. શ્રીનગર કોર્ટમાં આજે આ મામલે સુનાવણી થશે.

પીડિત સતીશ ટિક્કૂના પરિવારે એક્ટિવિસ્ટ વિકાસ રાણાની મદદથી શ્રીનગર કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વકીલ ઉત્સવ બૈંસ ટિક્કૂના પરિવાર તરફથી પક્ષ રાખશે. શ્રીનગર કોર્ટમાં આજે આ મામલે સુનાવણી થશે.

બિટ્ટા કરાટે એક અલગાવવાદી નેતા છે જેને કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યા અને આતંકવાદ સાથે સંબંધિત આરોપો મામલે જેલમાં પૂરવામાં આવ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન બિટ્ટાએ પોતે જ 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. બિટ્ટા કરાટેએ કહ્યું હતું કે, તેણે 20 કાશ્મીરી પંડિતોનું મર્ડર કર્યું હતું. વર્ષ 1991માં આપેલા એક ઈન્ટરવ્યુમાં બિટ્ટાએ કહ્યું હતું કે, જો તેને પોતાની માતા કે ભાઈની કતલ કરવાનો આદેશ મળેત તો તે તેમની હત્યા કરતા પણ ન અચકાત. બિટ્ટાએ પોતે કઈ રીતે 22 વર્ષીય કાશ્મીરી પંડિત સતીશ કુમાર ટિક્કૂની હત્યા દ્વારા ઘાટીમાં કત્લેઆમનો સિલસિલો શરૂ કર્યો હતો તે પણ જણાવ્યું હતું.

સાર્વજનિક સુરક્ષા અધિનિયમ અંતર્ગત પણ બિટ્ટાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ઉગ્રવાદ સાથે સંબંધિત 19થી વધારે કેસ નોંધાયેલા હતા. વર્ષ 2008માં અમરનાથ વિવાદ દરમિયાન પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. બિટ્ટા માર્શલ આર્ટમાં ટ્રેઈન્ડ હતો માટે તેના નામના અંતમાં લોકો કરાટે લગાવવા લાગ્યા હતા. બિટ્ટા કરાટેએ આશરે 16 વર્ષ જેલના સળિયા પાછળ વિતાવ્યા હતા અને અંતે 23 ઓક્ટોબર, 2006ના રોજ ટાડા કોર્ટે તેને જામીન પર મુક્ત કરી દીધો હતો.

અગાઉ જમ્મુ કાશ્મીરના DGP દિલબાગ સિંહે યાસીન મલિક અને બિટ્ટા કરાટે વિરૂદ્ધ નોંધાયેલા કેસ ખોલવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ નોંધાયેલા કેસ મામલે તપાસ કરશે. કોઈ પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે.

error: