આ અંગે તમામ સેક્ટર મેજિસ્ટ્રેટને જાણ કરી દેવાઇ આવી છે. બાગપત જિલ્લા સહિત અન્ય 23 જિલ્લાઓમાં બપોર પાળીમાં યોજાનારી ઇંટરમીડિયેટ (મધ્યવર્તી) ની પરીક્ષા રદ કરી દેવાઇ છે. DM રાજકમલ યાદવે આ અંગેની માહિતી આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર 30 માર્ચે યોજાનારી ઈંટરમીડિયેટ સેકન્ડ શિફ્ટની અંગ્રેજી પરીક્ષા તમામ પરીક્ષા કેન્દ્રો પર રદ કરવામાં આવી છે.
જાણો કયા-કયા જિલ્લાઓમાં પરીક્ષાઓ કરાઇ રદ?
આગ્રા,મૈનપુરી,મથુરા,અલીગઢ,ગાઝિયાબાદ,બાગપત,બદાઉન,શાહજહાંપુર,ઉન્નાવ,સીતાપુર,લલિતપુર,મહોબા,જાલૌન,ચિત્રકૂટ,આંબેડકરનગર,પ્રતાપગઢ,ગોંડા,ગોરખપુરી,આઝમગઢ, બલિયા,વારાણસી,કાનપુર દેહત,એટાહ,.શામલી
યુપી બોર્ડની પરીક્ષા 24 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજ રોજ 30 માર્ચે બીજી પાળીમાં ઈંટરમીડિયેટનું અંગ્રેજીનું પેપર યોજાવાનું હતું. પરંતુ પરીક્ષા પહેલાં જ આ પેપર લીક થઈ જતા 275 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા રદ કરવામાં આવી છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓને અસર થઈ છે. જો કે, પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.