મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક વિચિત્ર બાળકનો જન્મ થયો છે. આ બાળકને બે મોં અને ત્રણ હાથ છે. બાળકનો જન્મ થતાં જ તેને તાત્કાલિક ઇન્દોરની MY હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. અહીં સિનિયર ડૉક્ટર તેમના પર નજર રાખશે. બાળકને ICUમાં નિરીક્ષણ માટે રાખવામાં આવ્યો છે. બાળકની માતાને રતલામ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ડોક્ટરોનું કહેવું છે કે, આ બાળકનો જન્મ મેડિકલ સાયન્સમાં એક ચમત્કાર કહી શકાય છે, કારણ કે, આવા કિસ્સા કરોડોમાં એક હોય છે. ડોક્ટરોના મતે તેને વિજ્ઞાનની ભાષામાં પોલિસેફલી કંડીશન (Polycephaly condition) કહેવાય છે. બાળકના પિતાનું નામ સોહેલ ખાન અને માતાનું નામ શાહીન છે. સોહેલ જાવરા ઓટો ચલાવે છે. બંનેના લગ્ન લગભગ અઢી વર્ષ પહેલા થયા હતા. આ અનન્ય બાળક તેમનું પ્રથમ બાળક છે.
મળતી માહિતી મુજબ શાહીનની ડિલિવરી રવિવારે રાત્રે થઈ હતી. સોહેલનું કહે છે કે, જ્યારે ડોકટરોએ સોનોગ્રાફી કરી તો તેઓએ કહ્યું કે જોડિયા છે. પણ બાળક આવું હશે એવું જરા પણ વિચાર્યું ન હતું. જ્યારે બાળકને માતા-પિતાને બતાવવામાં આવ્યું ત્યારે તેઓએ જોયું કે બાળકનાં તો બે માથા,ત્રણ હાથ છે.