ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીના કારણે લોકો શેકાયા છે ત્યારે મેં મહિનાના દિવસોમાં સ્થતી વધુ ગંભીર બનવાની સંભાવના વર્તાય રહી છે.
ભરૂચ જિલ્લામાં માર્ચ માસના અંતિમ દિવસોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે.આકાશમાંથી જાણે કે અગનગોળા વછુટતા હોય તેવીગરમીના પગલે ભરૂચ જિલ્લાના રહીશો ગરમીથી શેકાય રહ્યા એમ કહી શકાય. આવી પરિસ્થિતિમાં હાલમાં ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તાપમાન વધતા વિદ્યાર્થીઓ પર પણ ગરમીની અસર વર્તાય રહી છે.
એક તરફ ૪૨ ડીગ્રી જેટલું સરેરાશ મહત્તમ તાપમાન તો બીજી તરફ ૨૧ ડીગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોધાતા એક જ દિવસમાં એટલે કે ૨૪ કલાક દરમ્યાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ૨૦ ડીગ્રી કરતા વધુનો તફાવત હોવાના પગલે જિલ્લાના રહીશો પર આરોગ્ય પર તેની સ્પષ્ટ અસર જણાય રહી છે. આવી પરિસ્થિતિમાં આવનાર મે માસના દિવસો દરમ્યાન કેવી હાલત થશે તેનો વિચાર કરવો રહ્યો. ભરૂચ જિલ્લામાં ગરમીના હાહાકારની વિગત જોતા તા.૨૯-૩-૨૨ મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી નોંધાયુ હતુ. જયારે લઘુત્તમ તાપમાન ૨૧ ડીગ્રી નોંધાયુ હતુ. તેવી જ રીતે ૩૦મી એ પણ મહત્તમ તાપમાન ૪૨ અને લઘુત્તમ તાપમાન ૨૧ ડીગ્રી નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં વધતા જતા તાપમાન વચ્ચે શ્રમજીવીઓ અને ગરીબોની દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે.