તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં રાજ્યસભામાંથી 72 સાંસદો નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નિવૃત્ત થનારા આ સભ્યોના નામમાં કપિલ સિબ્બલ, નિર્મલા સીતારમણ, સુબ્રમણ્યમ સ્વામી, સંજય રાઉત, પી ચિદમ્બરમ, પીયૂષ ગોયલ, રૂપા ગાંગુલી અને જયરામ રમેશ જેવાં વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે PM મોદીએ સંબોધિત કરતા જણાવ્યું કે, ‘આ સાંસદોની વિદાયથી અનુભવી સાથીઓની ખોટ રહેશે. જો કે આ એક વિદાય સમારંભ છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે ફરીથી સાંસદ તરીકે આવો. મોદીએ કહ્યું કે, અનુભવ જ્ઞાન કરતાં મોટો છે. આથી, જો અનુભવી સાથીઓ સાથ છોડી દે તો નુકસાન થાય છે. તેની ઊણપ વર્તાતી હોય છે.’00
PM મોદીએ વધુમાં કહ્યું કે, ‘આ આઝાદીનો અમૃત મહોત્સવ છે, આપણા મહાપુરુષોએ દેશ માટે ઘણું આપ્યું છે, ત્યારે હવે આપવાની જવાબદારી આપણી છે, હવે તમે ખુલ્લા મનથી એક મોટા મંચ પર જઈ શકો છો અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવને પર્વનું માધ્યમ બનાવીને પ્રેરિત કરવામાં યોગદાન આપી શકો છો.’
રાજ્યસભાના સેવાનિવૃત્ત સભ્યોએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, ઉપાધ્યક્ષ હરિવંશ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા એકે એન્ટની અને આનંદ શર્મા પણ એ સભ્યોમાં સામેલ છે કે જેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ઉપલા ગૃહમાં કેરળમાંથી એન્ટની, હિમાચલ પ્રદેશમાંથી આનંદ શર્મા, પ્રતાપ સિંહ બાજવા (કોંગ્રેસ) અને પંજાબમાંથી નરેશ ગુજરાલ (અકાલી દળ) નો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.નેત્રંગ તાલુકાના ખરાઠા ગામે બી.એસ.એન.એલ