ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા
રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે
ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત બાળકોનેશોધી કાઢવામા આવ્યા છે. જેમને દત્તક લઈને કુપોષિત બાળકોને પોષિત કરવાના સંકલ્પ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના BJP પ્રમુખોએ બીડું ઝડપી નવી પહેલ કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના BJP પ્રમુખોએ ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં બન્ને જિલ્લાના 5302 કુપોષિત બાળકોને દત્તકલીધા છે. આ સૌપ્રથમ પેહલ સાથેસી.આર.પાટીલના હસ્તે કુપોષણદૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે.જેમાં ભરૂચ ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોરિયા અને નર્મદા BJP પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજ્યમાંનવી પહેલ કરી છે. જોકે બન્ને પ્રમુખોની આ કામગીરીથી પ્રદેશ પ્રમુખ CR પાટીલ પ્રભાવિત થયાં છે અને અભિનંદન પાઠવ્યા હતા.
ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલનીઉપસ્થિતિમાંCR પાટીલે ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી બન્ને જિલ્લાપ્રમુખની હાજરીમાં કુપોષિત બાળકોને પોષિત કરવાનાઅભિયાનનો આરંભ કરાવ્યોહતો જેમાં ભરૂચ જિલ્લાના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોનેબન્ને BJP જિલ્લા પ્રમુખોએ3 મહિના માટે દત્તક લીધા છે. જેઓને રોજ 200 ગ્રામ દૂધ અને પૌષ્ટિક આહાર આપવામાંઆવશે. રોજનું 200 ગ્રામ દૂધએટલે 5302 બાળકોને મહિને 1060 લીટર અને 90 દિવસમાં95, 400 લીટર દૂધ અપાશે. આ અંગે નર્મદાજિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા એસપીરેશનલ જિલ્લો છે. આદિવાસી વિસ્તારમા જે કુપોષિત બાળકો છે તેમને ભાજપા પાર્ટીએ દત્તક લીધા છે હવે અમારા કાર્યકરો દરેક બાળકની કાળજી રાખીએમને પોષિત કરી રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમા લાવશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા