આમોદના કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ ના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યો
પ્લાન્ટ હેડ રાજેશ પટેલ અને વાય પી કોલોનીના હસ્તે લોકાર્પણ કરાયુ
ગ્રામ પંચાયત કચેરીએ વૃક્ષારોપણ નો પણ રાખવામાં આવ્યો હતો.
આમોદ ના કોલવણા ગામે ફૂટપાથ ના ઉદ્દઘાટન નો કાર્યક્રમ યોજાયો હતો.કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી. કંપની ના ઉચ્ચ અધિકારીઓ ના હસ્તે રિબન કાપી ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.સાથે ગ્રામ પંચાયત કચેરીએ વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
આમોદ ના કોલવણા ગામે મુખ્ય માર્ગ પર આવેલ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ની સુરક્ષા હેતુસર કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી. કંપની એ સી.એસ.આર પ્રવૃત્તિ હેઠળ ફૂટપાથ નું નિર્માણ કાર્ય કરવામાં આવ્યુ હતુ.જેના ઉદ્દઘાટન સમારોહમાં કંપની ના યુનિટ હેડ રાજેશ પટેલ અને વાય પી કોલોની એ રિબન કાપી ફૂટપાથ ને ખુલ્લો મુકયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત કંપની ના અધિકારીઓનું પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી ઉમળકાભેર આવકાર્યા હતા.તેમજ તેઓનું ગ્રામના અગ્રણીઓ તેમજ પંચાયત ના સભ્યો એ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતુ.આ તબક્કે સરપંચ ઝફર ગડીમલે કંપની એ કરેલ કાર્ય ને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.સાથે જ ગામ માં સમાજ ઉપયોગી કાર્યમાં કંપની ભવિષ્યમાં સહકાર રૂપ નિવડશે એવી આશાઓ સેવી હતી.કાર્યક્રમ માં ઉપસ્થિત કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી. ના યુનિટ હેડ રાજેશ પટેલે શાળાના બાળકો ને સુવ્યવસ્થિત રીતે અભ્યાસમાં આગળ વધી રાષ્ટ્ર નિર્માણ માં યોગદાન આપવા હાકલ કરી હતી.તેઓએ વધુમાં કહ્યુ હતુ કે અમારી કંપની શિક્ષણ ક્ષેત્રે જે કાંઈ પણ કરવાનું થાય એ સી.એસ.આર પ્રવૃત્તિ હેઠળ કામગીરી કરે છે.તેમજ લોકોને સમાજની મુખ્ય ધારા માં લાવવાનો પ્રયાસ કરી રહી છે.પર્યાવરણ ની સમતુલા જળવાઈ અને હરિત ક્રાંતિ આવે એ બાબત ને ધ્યાને લઇ ગ્રામ પંચાયત ખાતે કંપની ના કર્મીઓએ વૃક્ષો વાવી સરાહનીય કાર્ય કર્યું હતુ.ઉદ્દઘાટન સમારોહમાં એચ આર મેનેજર પ્રણવ પારેખ,સેફટી મેનેજર નવીન પંત, કોમર્શિયલ વિભાગના વાય પી કોલોની,પ્રોડક્શન વિભાગ ના રઘુભાઈ,સંજયભાઈ,એમ.ઇ વિભાગના રાજીવ સક્સેના અને સિક્યોરિટી હેડ પરેશ પટેલ,ગુલામભાઈ,ઇકબાલભાઈ, શબ્બીરભાઈ,સાયરાબેન,હસનભાઈ,સહિત ગ્રામ પંચાયત સભ્યો,તલાટી દિનેશભાઇ,ગ્રામ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા