સાંસદ મનસુખવસાવા અને નગરપાલિકાના સદસ્ય ભરત વસાવાને જાહેરમા બે તમાચ મારવાનો વાયરલ કરેલો વિડિઓ ભારે પડયો
સાંસદ મનસુખવસાવા અને નગરપાલિકાના સદસ્ય ભરત વસાવાને વસાવા અમિતભાઈ વિઠ્ઠલભાઈ,કારોબારી સભ્ય – જીલ્લા આદિજાતિ મોરચા દ્વારા જાહેરમા બે તમાચ મારવાનો વાયરલ કરેલો વિડિઓ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.જોકે પાર્ટીનાજ જવાબદાર હોદેદારે પાર્ટીના સિનિયર સાંસદને જાહેરમા માર મારવાની વાતથી પાર્ટીના કાર્યકર્તાઓ મા ભારે રોષ ફેલાયો હતો. આ વાત પાર્ટી ના પ્રમુખ સુધી પહોંચતા નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલે અમિત વસાવાને પાર્ટીમાથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલે સસ્પેન્સનનો પત્ર લખી જણાવ્યું છે કે પાર્ટીના અનુશાસનમાં નહિં રહીને, પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીમાંથી પદ અને સભ્યપદમાંથી આપને સસ્પેન્ડ કરવામાં આવે છે.આમ અમિત ભાઈને વિડિઓ વાઇરલ કરવાનું ભારે પડી ગયું હતું. જોકે અમિતભાઈ સાંસદને તમાચો તો ન મારી શક્યા પણ પાર્ટી પ્રમુખે તેમને સસ્પેન્ડ કરીને તેમની કારકિર્દી પર જરૂર તમાચો મારી દીધો છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા