સુરત આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી
હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી
ગૃહમંત્રીએ પાંચ મિનિટ જેટલા સમય સુધી આ યુવતી આપઘાત ન કરવા સમજાવી
સુરતના પાલ ઉમરા બ્રિજ પર એક યુવતી આપઘાત કરવા પહોંચી હતી.સ્થાનિક લોકોએ સમયસુચકવા વાપરીને યુવતીને બચાવી લીધી હતી. જોકે આ જ સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ યુવતીને લઈને પોતાનો કાફલો રોકાવી યુવતીને સમજાવવા પ્રયાસ કર્યો હતો.
સુરતના પાલ ઉમરા બ્રિજ પર એક યુવતી આપઘાત કરવા પહોંચી હતી.સ્થાનિક લોકોએ સમયસુચકવા વાપરીને યુવતીને બચાવી લીધી હતી. જોકે આ જ સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ યુવતીને લઈને પોતાનો કાફલો રોકાવી યુવતીને સમજાવવા પ્રયાસ કર્યો હતો. ગૃહમંત્રીનો કાફલો ઉમરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો જોઈને ગૃહમંત્રીએ પોતાના કાફલો રોકાવી દીધો હતો. તેમણે તરત જ યુવતી પાસે જઈને તેને સમજાવી આપઘાત ન કરવા માટેનો જાણકારી આપી હતી. જોકે ગૃહમંત્રીએ પાંચ મિનિટ જેટલા સમય સુધી આ યુવતી આપઘાત ન કરવા સમજાવી હતી અને ત્યાર બાદ આ યુવતીને પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી.
ભૂતકાળમાં ગૃહમંત્રી બન્યા તે સમયે પણ સુરતના સરદાર બ્રિજ પરથી કોઈ વ્યક્તિ આપઘાત માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ ગૃહમંત્રીએ પોતાનો કાફલો રોકાવી યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે આજની આ યુવતીને જીવ બચાવવામાં સફળ રહ્યા છે. સાથે સાથે તેને સમજાવી ઘરે મોકલવામાં પણ સફળ રહ્યા હતા. આમ હર્ષ સંઘવીએ પોતે ગુજરાતના એક જવાબદાર ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત