Satya Tv News

રાજસૃથાનના કરૌલીમાં શનિવારે નવ સંવત્સર પર એક બાઇક રેલી કાઢવામાં આવી હતી. દરમિયાન અસામાજિક તત્વો દ્વારા આ બાઇક રેલી પર પથૃથરમારો કરવામાં આવ્યો હતો. આ ઘર્ષણમાં 42 લોકો ઘાયલ થઇ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાતા કરફ્યૂ લાગુ કરી દેવાયો હતો જે બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો.

સતત બીજા દિવસે પણ ઇન્ટરનેટ બંધ જ રાખવામાં આવી હતી. આ બાઇક રેલી પર થયેલા પથૃથરમારામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા. ઘટના સૃથળ અને તેની આસપાસના વિસ્તારોમાં 1200થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને બીજા દિવસે પણ કરફ્યૂ ચાલુ રખાયો છે. જ્યારે આ સમગ્ર મામલે તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે.

જ્યારે 30થી વધુની અટકાયત તેમજ 12થી વધુની ધરપકડ કરાઇ છે. પથૃથરમારા બાદ સમગ્ર વિસ્તારમાં બે ધર્મના લોકો વચ્ચે ભારે ઘર્ષણ થઇ ગયું હતું. બાઇક રેલી જે વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યાં મુસ્લિમ વસતી વધુ છે.

આ દરમિયાન જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથૃથરમારો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો અને તસવીરોના આધારે હવે એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે બીજા દિવસે વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત હોવાથી શાંતિનો માહોલ હતો.

error: