Satya Tv News

ગઈકાલે ઈમરાન ખાન સામે સંસદમાં રજુ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થાય તે પહેલાં મોટી રાજકીય રમત રમાઈ હતી.

ગઈકાલે ઈમરાન ખાન સામે સંસદમાં રજુ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થાય તે પહેલાં મોટી રાજકીય રમત રમાઈ હતી. પાકિસ્તાન સંસદના ડે. સ્પિકરે પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે રજુ કરાયેલ અવિશ્વાસ પ્રસ્તાવને જ રદ્દ કરીને ઈમરાન ખાનને નવું જીવત દાન આપી દીધું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ સંસદને ભંગ કરીને ઈમરાન ખાનને પ્રધાનમંત્રી પદ પરથી પણ હટાવી દીધા હતા.

અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થતાં વિપક્ષી નેતાઓ પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટમાં ગયા છે. પરંતુ પાકિસ્તાનના પ્રધાન ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની બેંચે ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવાનો નેશનલ અસેંબલીના અધ્યક્ષના નિર્ણયને રદ્ કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે ઈમરાન ખાનને હાલ રાહત મળી છે.

પણ હવે પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 224 મુજબ કાર્યવાહક પ્રધાનમંત્રીની નિયુક્તિ સુધી હાલના ચાલુ પ્રધાનમંત્રી ઈમરાન ખાન 15 દિવસ સુધી ‘પ્રધાનમંત્રી’ તરીકે કામ કરી શકે છે. અનુચ્છેદ 224 મુજબ 15 દિવસમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે નવા વ્યક્તિની નિમણૂંક કરવી જરુરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ નેશનલ અસેંબલીને ભંગ કરી દીધી હતી. ત્યાર બાદ ઈમરાન ખાનને પ્રધાનમંત્રી પદ પરથી પણ હટાવી દીધા હતા. જો કે હવે 15 દિવસ સુધી ઈમરાન ખાન કેયર ટેકર પ્રધાનમંત્રી તરીકે કામ કરી શકશે. ત્યાં સુધીમાં નવા કાર્યકારી પ્રધાનમંત્રી નિમણૂક કરવામાં આવશે.

ઈમરાન ખાનની પાર્ટીએ કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે જસ્ટિસ આર. અજમત સઈદનું નામ પણ નક્કી કરી લીધું છે. ભૂતકાળમાં નવાજ શરીફને ઓયગ્ય સાબિત કરનાર પનાબા બેંચમાં જસ્ટીસ અજમત સઈદ રહી ચુક્યા છે. સઈદે વર્ષ 1997માં નવાજ શરીફ દ્વારા બનાવામાં આવેલ ‘એહત્સાબ બ્યુરો’ના વિશેષ અભિયોજકના રુપે પણ કામ કરેલું છે. ઈમરાન ખાને ગઈકાલે રવિવારે પાકિસ્તાનની જનતાને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, પાકિસ્તાનીઓને ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. આગામી 90 દિવસમાં નવેસરથી ચૂંટણી યોજાવાની જાહેરાત પણ સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.

error: