Satya Tv News

સાંસદ .મનસુખભાઈ વસાવાએ ચેરમેન ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા.

ઘનશ્યામ પટેલનું કરાયું સન્માન

ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગરે કોરોના બાદ ધારીખેડા નર્મદા સુગરે શેરડીના ગુજરાતમાં ત્રીજા નંબરનો ૨૯૩૬/- રૂપિયા ભાવ આપતાં ખેડૂતોમાં આનંદ ની લાગણી વ્યાપી છે.આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ ચેરમેન ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ઘનશ્યામ પટેલનું કરાયું સન્માન કરાયું હતું

ધારીખેડા સુગરે શેરડીના સારા કહી શકાય એવા ભાવરૂ.૨૯૩૬/- આપ્યા છે.જે ગુજરાતમાં ત્રીજા નંબરનો ભાવ છે. આ સારા ભાવમળવા બદલ બદલ નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ નું સન્માન સાંસદ મનસુખભાઈ વસાવાએ કરી ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

નર્મદા સુગર ફેક્ટરી સંચાલક મંડળદ્વારા આ વર્ષે ઉંચા અને સારા ભાવપડતા ખેડૂતોપણ ખુશ છે. રાજ્યની મહત્વની સુગર ફેક્ટરીઓ માં નર્મદા ધારીખેડાસુગરે ત્રીજા નંબર ના ભાવ કહીશકાય. પ ગયા વર્ષે 2600 રૂપિયા ભાવ પાડ્યા હતા પરંતુ આ વર્ષે 2921 થી 3071 જેટલો ભાવ પાડ્યોછે જે ગત વર્ષ કરતા ખૂબ સારો ભાવ કહી શકાય.

આ અંગે ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી ફેબ્રુઆરી માં 2921ભાવ રહેશે, અને માર્ચમાં 2946,એપ્રિલ માં 2996, અને મેંમાસ માં 3071 અને કપાત 36 આમ ભાવપાડ્યા છે.જોકે આ સારામાંસારાભાવ કહી શકાય.

આ અંગે સાંસદ મનસુખ વસાવાએજણાવ્યું હતું કે આજે નર્મદા ફેક્ટરી ને ધમધમતી રાખનાર ઘનશ્યામભાઈ પટેલ ની ટીમ ને ખેડૂતો વતી હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું

આ અંગે ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને સારા ભાવ આપવા પ્રયાસ કર્યો છે. શેરડી પીલાણની ક્ષમતાઅને ઉંચી ગુણવતા સભર ખાંડ નું ઉત્પાદન, કરકસર ભર્યો વહીવટ, અને ખેડૂતોનો મળતો ખૂબ સારો સહકાર અને સર્વે સભાસદો અને મારી ટીમના સહયોગથી આ બધુ શક્ય બન્યું છે.ભવિષ્યમાં ખેડૂતોને વધુ સારા ભાવ મળે એવા પ્રયાસો રહેશે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: