ચૈત્રી નવરાત્રીનું વિશેષ ધાર્મિક મહત્વ
પ્રથમ નોરતે જવારાની સ્થાપના, ઘટસ્થાપના, પૂજા-અર્ચન અને આરતી ભક્તો ઉમટ્યા
મહારાજા આ કુવાનું પાણી કાવડ દ્વારા રાજમહેલમાં મંગાવતા હતા.
આ કુવાનું પાણી અનેક ઔષધીય ગુણોથીથી ભરેલું હતું
રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિપ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ મેળો ભરાતો આવ્યો છે. બે વર્ષથી કોરોનાને કારણે મેળો ભરાતો નહોતો. હવે આ વર્ષે કોરોનાનું સંકટ તળતા આ 1લી એપ્રિલ થી ચૈત્ર નવરાત્રી શરૂ થતા ભક્તો મંદિરે દર્શને ઉમટ્યા છે.
મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઊમટે છે. પ્રથમ નોરતે જવારાનું સ્થાપના, ઘટસ્થાપન, પૂજન-અર્ચન કરાઈ હતી. સવાર સાંજની બન્ને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે.
આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે. 1941 થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રી નો મેળો ભરવાનો શરૂ થયો. ત્યારથી છેલ્લા 78 વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રી નો મેળો ભરાય છે.અહીંયા કાછીયા પટેલ, દરજી, ધોબી,વાળદ, ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવો ઉજવાય છે.ધજા ચડાવાય છે. 9 દિવસ નવરાત્રી દરમિયાન સવાર-સાંજ નિત્ય આરતીમાં હકડેઠઠ ભક્તોની ભીડ જામે છે.
રાજપીપળા જ્યારે રીયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવી માં હરસિધ્ધિ મંદિર ઘણું દૂર હતું રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા.રાજવી કુટુંબની રાણીઓને મા હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતરિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું. તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી કુટુંબના માતાજીની પૂજા-અર્ચના કરાઇ હતી. ત્યારથી નિયમિત મેળો ભરાય છે.આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે. જે રાજા ધર્મપ્રેમી સ્વ.વિજયસિંહ મહારાજ ના વખતમાં બનેલો કુવો આજે પણ મોજુદ અનેક ઔષધીય ગુણો થી ભરેલું હતું.તેથી વિજયસિંહ મહારાજા આ કુવાનું પાણી કાવડ દ્વારા રાજમહેલમાં મંગાવતા હતા. આજે પણ મોજૂદ કુવાનું પાણી પીવામાં વપરાય છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપળા