જેકી શ્રોફ હિન્દી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીનો સૌથી દરિયાદિલ સિલેબ્સમાંનો એક છે. જેકીને તેના મસ્તીભર્યા અંદાજની સાથે સાથે તેની સારા વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જેકી શ્રોફે એક વખત ફરીથી સાબિત કરી દીધું છે કે તે મોટા દિલવાળો વ્યક્તિ છે. જેકી શ્રોફ પુણેમાં પોતાના એક કર્મચારીના ઘરે તેના પિતાના મોત પર શોક જતાવવા માટે ગયેલો જોવા મળ્યો છે. જેકીના ફાર્મ હાઉસમાં કામ કરનારા એક યુવાન કર્મચારીના પિતાનું મોત થયું હતું.
આ અંગે જ્યારે જેકીને ખબર પડી તો તે પુણેના ચાંદખેડ ગામના તેના કર્મચારીના ઘરે પહોંચી ગયો હતો. કર્મચારીના ઘરે શોક જતાવવા પહોંચેલા જેકી શ્રોફના આ ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વા.રલ થઈ રહ્યા છે. જેકીના આ દયાળું અંદાજથી ઘણા ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે. સાથે જ તેના વખાણ પણ કરી રહ્યા છે. ફોટામાં જેકી શ્રઓફ બ્લૂ ટી-શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેરીને જમીન પર બસેલો જોવા મળી રહ્યો છે. તેની આસપાસ મૃતકના ઘરના ઘણા લોકો બેઠેલા છે. જેકીના ચહેરા પર અને આંખમાં દુખનો ભાવ સાફ દેખાઈ રહ્યો છે. કેટલાંક ફોટામાં જેકી મૃતકના પરિવારજનો સાથે વાત કરતો પણ જોવા મળી રહ્યો છે.
જેકી શ્રોફના આ ફોટોઝ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જેકી શ્રોફે જિંદગી અને મોત અંગે વાત કરતો જોવા મળ્યો હતો. જેકીનો એક જૂનો વીડિયો વાયરલ પણ થયો હતો. આ વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે, મા મરી, બાબા મરી ગયા. ભાઈ જતો રહ્યો. આ બધા જતા રહ્યા એક પછી એક કરીને. અમે લોકો પણ જતા રહીશું એક દિવસ. હવે તે લઈને ફરવું નહીં. ત્રણ ગયા, ત્રણ આવ્યા. કૃષ્ણા આવી, ટાઈગર આવ્યો, મારી પત્ની આવી. પરંતુ મારી માત જતી રહી, પપ્પા જતા રહ્યા અને ભાઈ ગયો.