Satya Tv News

હાલમાં ભારત જ નહીં, વિશ્વભરમાં ‘RRR’ની ચર્ચા છે. આ ફિલ્મે 600 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં રામચરણ તેજા તથા જુનિયર NTRની એક્ટિંગનાં વખાણ કરવામાં આવ્યાં છે. હાલમાં જ રામચરણ મુંબઈ એરપોર્ટ પર બ્લેક આઉટફિટ તથા ખુલ્લા પગે જોવા મળ્યો હતો. રામચરણની સાદગી જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા.

રામચરણ રવિવાર, 3 એપ્રિલના રોજ મુંબઈમાં પ્રાઇવેટ એરપોર્ટ બાદ ગેટી ગેલેક્સી થિયેટર તથા રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. અહીં પણ રામચરણના પગમાં ચંપલ નહોતાં. તે ચૂડીદાર પાયજામો, બ્લેક કુર્તામાં જોવા મળ્યો હતો. રામચરણ પોતાની ડૉગી સાથે આવ્યો હતો. રામચરણનો વીડિયો વાઇરલ થયો હતો અને યુઝર્સે કહ્યું હતું કે બોલિવૂડે આ લોકો પાસેથી કંઈક શીખવાની જરૂર છે. આ લોકો કેટલા ડાઉન ટુ અર્થ છે. બોલિવૂડના જેટલા પણ માચોમેન છે, તેમણે સાઉથના એક્ટર્સની સાદગી જોવી જોઈએ.

રામચરણ દક્ષિણ ભારતીય પરંપરાને કારણે આ અંદાજમાં જોવા મળ્યો હતો. તે અયપ્પા દીક્ષાની પૂજા માટે ખુલ્લા પગે તથા બ્લેક કપડાંમાં હતો. અય્યપા પૂજામાં 41 દિવસ ભગવાનને સમર્પિત કરવાના હોય છે.

\કેરળના સબરીમાલામાં ભગવાન અયપ્પાનાં દર્શન કરવા જતાં પહેલાં 41 દિવસ સુધી કઠોર અનુષ્ઠાન કરવું પડે છે. આને મંડલમ કહેવામાં આવે છે. આ માટે 41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. વાદળી અથવા કાળાં કપડાં પહેરવાનાં હોય છે. ગળામાં તુલસીની માળા પહેરવાની હોય છે. માથામાં તિલક કરવાનું હોય છે. માત્ર એક ટાઇમ સાદું ભોજન જમવાનું હોય છે. આ દિવસોમાં નોનવેજ ખાઈ શકાતું નથી. સાંજે પૂજા કરવાની હોય છે. જમીન પર જ સૂવાનું હોય છે.

\રામચરણ 20 વર્ષનો હતો ત્યારથી આ અનુષ્ઠાન કરે છે. આટલું જ નહીં રામચરણ વર્ષમાં બેવાર આ અનુષ્ઠાન પૂરી શ્રદ્ધા સાથે કરે છે.

error: