LLMની છાત્રા પરીક્ષામાં ‘ગજની’ની જેમ શરીર પર જવાબ લખી લાવી પણ ‘પુષ્પા’ની જેમ પગ ચડાવી લખવા જતાં પકડાઈ
116માંથી 101 વિદ્યાર્થીની ગેરરીતિ સાબિત થતાં તેમને શૂન્ય માર્કસ મૂકીને 500-500 રૂપિયાનો દંડ ફટકારાયો
VNSGUની LL.Mની સેમેસ્ટર-1ની પરીક્ષામાં વિદ્યાર્થિની ગજની જેમ શરીર પર જવાબ લખીને લાવી હતી. પરંતુ પુષ્પાની જેમ પગ ચડાવી લખવા ગઈ તો પ્રિન્સિપાલે પકડી પાડી હતી. યુનિવર્સિટીએ ફેબ્રુઆરી અને માર્ચમાં ઓનલાઇન પરીક્ષા લીધી હતી. જેમાં 116માંથી 101 વિદ્યાર્થીઓની ગેરરીતિ સાબીત થઈ છે. જેથી યુનિવર્સિટીએ છાત્રોને જે તે વિષયમાં 0 માર્ક્સ આપ્યા છે. અને 500નો દંડ પણ કર્યો છે.
ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરવાનો વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ બદલાયો છે. પહેલા કાપલી કે માઇક્રો ઝેરોક્ષમાં લખતા પકડાતા હતા. પણ હવે મોબાઇલમાં પીડીએફમાંથી જવાબ લખતા પકડાય રહ્યા છે. જેમાં એક મોબાઇલમાં પરીક્ષા અપાવે છે તો બીજા મોબાઇલમાં પીડીએફમાંથી જવાબ લખે છે. મોબાઇલ સાથેના ગેરરીતિના 53 કેસ પકાડાયા હતા.
BAની સેમેસ્ટર-1ની સંસ્કૃતની ઓનલાઇન પરીક્ષા એક વિદ્યાર્થીએ કોલેજની બહારથી અપાવી હતી. જેને પરીક્ષાના સોફ્ટવેરે પકડી પાડી હતી. યુિનવર્સિટીએ તપાસ હાથ ધરતા છાત્રાએ ભૂલ કબૂલી હતી. તેણીને 0 માર્ક્સ સાથે રૂ. 500ના દંડ કરાયો
ફિઝિયોથેરાપીની ફોર્થ યરની ઓફલાઇન પરીક્ષામાં એક વિદ્યાર્થિની સ્માર્ટવોચ પહેરી આવી હતી. જે મોબાઇલ સાથે કનેક્ટેડ હતી. વિદ્યાર્થિની સ્માર્ચ વોચમાંથી જવાબ લખતા ઇન્સ્પેક્શન સમયે પકડાઇ ગઇ હતી.
BAની સેમેસ્ટર-1ની હિસ્ટ્રીની ઓનલાઇન પરીક્ષામાં સ્કવોડની ટીમને એક વિદ્યાર્થીના ખિસ્સામાંથી એરપોડ મળી આવ્યો હતો. પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક ગેજેટ પર પ્રતિબંધ હોવાથી સ્કવોડે ગેરરીતિનો કેસ નોંધીને યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો.
બીએસસીની પહેલા સેમની મેથ્સની ઓનલાઇન પરીક્ષામાં એક વિદ્યાર્થીએ પોતાના મોબાઇલમાં ડબલ સ્ક્રિન રાખી હતી. એક સ્ક્રિનમાં ઓનલાઇન પરીક્ષા આપતો હતો તો બીજી સ્ક્રિનમાં જવાબ સર્ચ કરતાં સમયે ઝડપાઇ ગયો હતો.
9 માર્ચે LL.Mમાં લો ઓફ એક્સપોર્ટ-ઇમ્પોર્ટની ઓફલાઇન પરીક્ષામાં એક છાત્રા હાથ પગ પર જવાબ લખીને લાવી હતી. તેણીએ લાંબી બાંયનું ટી-શર્ટ અને જીન્સ પહેર્યુ હતું. પરીક્ષામાં વિદ્યાર્થિની પગ પર પગ ચડાવીને જીન્સની મોરી વાળીને જવાબ લખતી હતી. એવામાં જ પ્રિન્સિપાલ ઇન્સ્પેક્શનમાં વિદ્યાર્થિને પકડી લીધી હતી.