Satya Tv News

લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPLની 12મી મેચ 12 રને જીતી લીધી છે. ટૂર્નામેન્ટમાં આ તેની સતત બીજી જીત છે. ઉલ્લેખનીય છે કે પહેલા બેટિંગ કરતા લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં SRHની ટીમ 157 રન જ કરી શકી હતી. તેવામાં લખનઉ તરફથી અવેશ ખાને 4 અને જેસન હોલ્ડરે 3 વિકેટ લીધી હતી.

SRHને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 3 રન જ કરી શકી હતી. SRH તરફથી રાહુલ ત્રિપાઠીએ 44 રન કર્યા હતા. હૈદરાબાદે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો

SRHના કેપ્ટન કેન વિલિયમ્સન 16 બોલમાં 16 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. તેણે આ દરમિયાન 1 ચોગ્ગો અને 1 છગ્ગો માર્યો હતો. તેવામાં આવેશ ખાને શોર્ટ ફાઈન લેગ પર વિલિયમ્સનને કેચ આઉટ કરાવ્યો હતો. અગાઉની મેચમાં પણ કેન વિલિયમ્સન કંઈ ખાસ સ્કોર નોંધાવી શક્યો નહોતો.

LSGના કેપ્ટન રાહુલે 68 રન તથા દીપક હુડાએ 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તો બીજી બાજુ હૈદરાબાદના બોલર સુંદર, શેફર્ડ અને નટરાજને 2-2 વિકેટ લીધી છે.

ઉમરાન મલિકે 10મી ઓવરમાં 20 રન આપ્યા હતા. તેણે પહેલો બોલ 148 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો, જેના પર હુડ્ડાએ ડીપ કવર પર ચોગ્ગો માર્યો હતો.

ત્યારપછી કેએલ રાહુલે ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્રીજો બોલ 151ની ઝડપે આવ્યો અને કેએલ રાહુલે તેને લેટ કટ કરી થર્ડ મેન પર ચોગ્ગો ફટકાર્યો હતો.
ચોથા બોલની સ્પીડ 145 હતી, જેના પર રાહુલે એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો.
વોશિંગ્ટનની 100મી T20 મેચ

વોશિંગ્ટન સુંદરની આ 100મી T20 મેચ છે અને તેણે શાનદાર બોલિંગ કરતા 3 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે લખનઉના ઓપનર ક્વિન્ટન ડીકોક અને એવિન લુઈસને આઉટ કર્યા હતા.

error: