હાંસોટ તાલુકાની આર. કે. વકીલ હાઈસ્કૂલ ઈલાવ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી.સ્વાગત પ્રવચન હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશભાઈ જોષીએ કર્યું હતું.પધારેલ તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.આ પ્રસંગે બિરલાના માધુર સિંધાલ,અર્પણા કિશોરે, અરુણગોસ્વામી,રાજદીપસિંહ પરમાર, રિંકલ પરમારની ઉપસ્થિતમાં 118 છોકરીઓ પ્રથમને 5000 દ્વિતીય 3000 તૃતીય 2000 આવનાર દીકરીઓને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.વધુમાં હાઈસ્કૂલના સમગ્ર પરિવાર, પ્રાથમિક વિભાગ પરિવાર, મંડળના સભ્યો, , જોઈન્ટ સેક્રેટરી, હાંસોટ તાલુકાના કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ,સાહોલ શાળા શિક્ષક નિલેશકુમાર સોલંકી, ઈલાવના ગૃપાચાર્ય દિપકભાઈ સોલંકી, ઈલાવ આશ્રમશાળાના આચાર્ય સુરેશભાઈ, બાલોતા શિક્ષિકા રીટાબેન પટેલ તેમજ બેંક ઓફ બરોડાના ઉર્મિલાબેન પણ હાજર રહ્યા હતા.આભારવિધિ રિંકલબેન પરમારે કરી હતી.