Satya Tv News

એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ મુર્તઝા આતંકી સંગઠનોની વેબસાઈટ જોતો હતો. મુર્તઝાના જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઈલથી ભડકાઉ અને ધાર્મિક ઉન્માદવાળા વીડિયો મળ્યા છે.

લખનઉ: ગોરખપુરના ગોરખનાથ મંદિરની બહાર પીએસી જવાનો પર હુમલો કરનારા અહમદ મુર્તઝા અબ્બાસી આતંકીઓના ખાસ મોડ્યૂલનો હિસ્સો હતો. એટીએસને મુર્તઝાના લેપટોપમાંથી અનેક ચોંકાવનારા પુરાવા મળ્યા છે. મુર્તઝાનું વિદેશી કનેક્શન પણ સામે આવ્યું છે.

મુર્તઝાનો જન્મ 5 જાન્યુઆરી 1992ના રોજ ગોરખપુરના અબ્બાસી નર્સિંગ હોમમાં થયો હતો. 30 વર્ષના મુર્તઝાએ પહેલા અને બીજા ક્લાસનો અભ્યાસ લખનઉના સેન્ટ જ્હોન વાસ્કો શાળામાંથી કર્યો હતો. ત્રીજા ધોરણથી લઈને 12માં ધોરણ સુધીનો તેનો અભ્યાસ મુંબઈમાં થયો. વર્ષ 2010માં તેનું એડમિશન આઈઆઈટી મુંબઈમાં થયું. વર્ષ 2015માં તે ત્યાંથી પાસ થયો. મુંબઈમાં તે તાજ હાઈટ્સ પ્લોટ નંબર 69 નવી મુંબઈમાં રહેતો હતો.

હુમલાનો આરોપી મુર્તઝાએ પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના ખાતામાં લાખો રૂપિયા મોકલ્યા હતા. અભ્યાસ દરમિયાન તેણે 2012થી 2015 વચ્ચે નેપાળી ખાતાઓ દ્વારા સિરિયામાં પૈસા મોકલ્યા હતા. મુર્તઝાએ જે બેંક ખાતામાંથી પૈસા મોકલ્યા હતા તેની જાણકારી પણ યુપી એટીએસને મળી છે.

એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ મુર્તઝા આતંકી સંગઠનોની વેબસાઈટ જોતો હતો. મુર્તઝાના જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઈલથી ભડકાઉ અને ધાર્મિક ઉન્માદવાળા વીડિયો મળ્યા છે. મુર્તઝા પોતાના મેન્ટોર એક યમન-અમેરિકી ઈમામ અનવર અલ અલાકીને માનતો હતો. તે ઈસ્લામિક અવેકિંગ ફોરમ પર કટ્ટર ઈસ્લામની વાતો સાંભળીને સવાલ પૂછતો હતો. તેણે એક ઈન્ટરનેશનલ સિમકાર્ડ પણ ખરીદ્યુ હતું. જેની મદદથી એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું.

એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તે પોર્નોગ્રાફી જોવા લાગ્યો. ત્યારબાદ અચાનક વર્ષ 2011-12માં તેનો ઝૂકાવ સિરિયા તરફ વધ્યો. 2015-16માં થાણામાં એક કંપની સાથે કામ કર્યું. ત્યારબાદ તબિયત બગડતા નોકરી છોડી દીધી. આ બધા વચ્ચે તેને એવા ખ્યાલ આવવા લાગ્યા કે તે જન્નતમાં છે અને અલ્લાહ તેનાથી નારાજ છે. તેને એવું પણ લાગ્યું કે મુસલમાનોને આખી દુનિયા હેરાન કરી રહી છે. મુંબઈ IIT માં જ્યારે તે ભણતો હતો ત્યારે તે વખતે જ્યારે પણ કોઈ આતંકી પકડાય કે માર્યો જાય તો તેના સહપાઠી જ્યારે ખુશી વ્યક્ત કરતા તો તેને ખુબ ગુસ્સો આવતો હતો. તે સમયે તે તેમને મારવા અંગે પણ વિચારતો હતો.

2017માં મુર્તઝાને લાગ્યું કે તે હોમોસેક્સ્યુઅલ છે. જ્યારે આ વાત તેના પરિજનોને ખબર પડી તો તેમણે તેની સારવાર કરાવવાની શરૂ કરી દીધી. ડોક્ટરોએ તેની આ બીમારીને હાઈપોમેનિયા ગણાવી હતી. 2013માં મુર્તઝાનો પાસપોર્ટ બન્યો હતો અને 2015માં તેના પિતા સાથે તે સાઉદી ઉમરા કરવા પણ ગયો હતો. જૂન 2019માં તેના લગ્ન જૌનપુરના મુલ્લા ટોલાની યુવતી સાથે થયા હતા પણ જાન્યુઆરી 2020માં તેના તલાક થઈ ગયા.

યુપીના ગોરખપુર મંદિરની સુરક્ષામાં તૈનાત સિપાઈઓ પર હુમલાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. યુપી એટીએસના એડીજી,આઈજી તથા એસટીએફના એડીજીની સાથે જ ઈન્ટેલીજન્સ બ્યૂરોના ઓફિસરોએ પણ ધામા નાખ્યા છે. હવે ભારતીય એજન્સીઓ તેની મદદ કરનારા લોકોને પકડવા માટે દરોડા પાડી રહી છે.

error: