Satya Tv News

યુક્રેનના બૂચા શહેરમાં 300 થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. યુક્રેને રવિવારે રશિયન સેના પર બુચામાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં રસ્તાઓ પર દરેક જગ્યાએ મૃતદેહો જોવા મળ્યા હતા. લોકોને હાથ-પગ બાંધીને મારવામાં આવ્યા છે. ઉતાવળે ખોદેલી કબરો મળી આવી છે.

બુચાના મેયરે જણાવ્યું હતું કે, રશિયન સેના સાથે એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અનેક નાગરિકો માર્યા ગયા છે. આ શહેરની સ્થિતિ જોઈને અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયાની આકરી નિંદા કરી છે.બુચાના મેયરે જણાવ્યું હતું કે, રશિયન સેના સાથે એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અનેક નાગરિકો માર્યા ગયા છે. આ શહેરની સ્થિતિ જોઈને અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયાની આકરી નિંદા કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, બુચાના રહેવાસીઓ ખૂબ જ ડરી ગયા છે. સાશા નામના નાગરિકે કહ્યું, ‘અહીં જાનમાલનું મોટું નુકસાન થયું છે. લોકો ખોફમાં જીવી રહ્યા છે. શહેરમાં વીજળી, પાણી અને ગેસ નથી. ઘણા લોકો શહેર છોડીને ભાગી ગયા છે. જેઓ બાકી છે તેઓ ખુલ્લામાં ખોરાક રાંધવા મજબૂર છે.

યુક્રેનિયન અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે રશિયાની સૈન્ય પીછેહઠ કરતા પહેલા અહીં યુદ્ધ ગુનાઓ આચર્યા છે અને તેણે જે છોડી દીધું તે “એક હોરર મૂવી જેવું” હતું. જે તસવીરો સામે આવી છે તેમાં લોકોના મૃતદેહ ખુલ્લામાં પડેલા છે. ભોંયરા જેવી જગ્યાએથી પણ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ઘણી ખુલ્લી કબરો એ જ જગ્યાએ પડેલી છે.

યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે, તેમને કિવની ઉત્તરે આવેલા બુચા શહેરમાં એક જ સામૂહિક કબરમાંથી પાંચ ડઝન મૃતદેહો મળ્યા છે. લોકોના ઘરોમાં આગ લગાડવામાં આવી છે. દરેક જગ્યાએ માત્ર અને માત્ર અત્યાચારના નિશાન મળી આવ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના સહાયક ઓલેકસી એરેસ્ટોવિચે જણાવ્યું હતું કે, યુક્રેનિયન દળોને બળાત્કાર કરીને સળગાવવામાં આવેલી મહિલાઓના મૃતદેહો તેમજ સ્થાનિક અધિકારીઓ અને બાળકોના મૃતદેહો મળ્યા છે. ઝેલેન્સકી પણ આ શહેરની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીંની પરિસ્થિતિ જોઈને તે પોતાના આંસુ રોકી શક્યા નહીં

error: