Satya Tv News

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો

હત્યા લૂંટ અને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો

સગીરાને લગ્નની લાલચ આપી મોલમાં ફરવા લઇ ગયા બાદ દુષ્કર્મ

સગીરા ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર રોડ ઉપર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રવાલ નામના યુવકે ઘર પાસે જ રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી જેને લઇને તેને આ યુવતી સાથે ધીરે-ધીરે સંપર્ક વધાર્યો હતો અને તેને એક દિવસ મોલમાં ફરવા લઈ ગયો હતો ત્યારબાદ આ યુવક દ્વારા કિશોરીને સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા.

સુરતમાં સતત નાની બાળકીઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી તેને મોલમાં ફરવા લઈ ગયો હતો ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો થતાં પરિવાર તેને હોસ્પિટલ લઈ જતા આ સગીરા ગર્ભવતી હોવાનું તબીબે ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે સગીરાએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગત પરિવારને આપતા પરીવારે યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: