માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે બુધવારે જણાવ્યું હતું કે, તે તેના પ્લેટફોર્મ માટે ગયા વર્ષથી એડિટ ફીચર વિકસાવવા પર કામ કરી રહી છે. યુઝર્સ વચ્ચે આગામી મહિનાઓમાં તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવશે.
કંપનીએ કહ્યું કે તેઓ એવા વપરાશકર્તાઓ સાથે સંપાદન સુવિધાનું પરીક્ષણ શરૂ કરશે જેઓ પાસે ટ્વિટરનું બ્લુ માર્ક છે.કંપનીએ તેમજ ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ આવનારા મહિનાઓમાં એડિટ ફીચરનું પરીક્ષણ કરી શકશે અને કંપની તે જાણવવાનો પ્રયત્ન કરશે કે, તે શું કામ કરે છે, શું નથી અને બીજું શું શક્ય બની શકે છે.ટ્વિટરે મંગળવારે ટેસ્લાના સીઇઓ અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂકની જાહેરાત કરી હતી. જે બાદ એલોન મસ્કે ટ્વિટર પર પોલ શરૂ કર્યું હતુ, જેમાં યુઝર્સને પૂછવામાં આવ્યુ હત કે શું તેઓને એક Edit Button જોઇએ છીએ?આ ટ્વીટ એલોન મસ્ક દ્વારા ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યા બાદ કરવામાં આવ્યું હતુ. ટ્વિટરના શેરમાં સોમવારે પ્રી-માર્કેટ ટ્રેડિંગ સેશનમાં 28 ટકાનો ઉછાળો આવ્યો હતો.