Satya Tv News

હિંમતનગરના કેશરપુરામાં રહેતા કૃણાલ પટેલ સાથે આવી જ બીના ઘટી હતી. તેણે 10 સપ્ટેમ્બર 2021ના રોજ મોબાઈલ એપ્લીકેશનથી ટૂંકા ગાળાની લોન લેવાનું શરુ કર્યું હતું. આ લોન લેતી વખતે કોઈ જાતના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેતા નથી અને ઝડપથી લોન મળી રહે છે. એટલે તેણે 21 મોબાઈલ એપ્લીકેશનના સંચાલકો પાસેથી રુપિયા 5.17 લાખની લોન લીધી હતી. પણ જ્યારે લોનનો હપ્તો ભરવાનો વારો આવ્યો ત્યારે આખો ખેલ સામે આવ્યો અને એ જોઈને યુવક ચોંકી ગયો હતો.

જ્યારે લોનનો હપ્તો ભરવાનો વારો આવ્યો ત્યારે આખો ખેલ સામે આવ્યો અને એ જોઈને યુવક ચોંકી ગયો હતો. યુવકના મોબાઈલ પર દૈનિક ઉઘરાણીના ફોન આવા લાગ્યા હતા. એટલું જ નહીં કૃણાલના મોબાઈલમાં જે સગા વ્હાલા અને મિત્રવર્તુળના નંબરો હતા એના પર તેની વિરૂદ્ધ મેસેજ આવવાના શરુ થઈ ગયા.

છેલ્લાં કેટલાંક સમયથી મોબાઈલ એપ્લીકેશનથી લોન લેવાનો ક્રેઝ વધ્યો છે. માર્કેટમાં આવી અનેક એપ્લીકેશન છે કે જેની મદદથી તરત જ લોન મળી જાય છે. આ રીતે લોન લીધા બાદ ઊંચુ વ્યાજ વસૂલવાનો ખેલ શરુ થાય છે. જેમાં ફસાયેલી વ્યક્તિ જલ્દી બહાર આવી શકતી નથી. ત્યારે આવી જ રીતે લોન લઈને તેના ચક્રવ્યૂહમાં ભરાઈ ગયેલા સાબરકાંઠાના યુવાને આખરે CIDમાં (CID crime) ફરિયાદ નોંધાવી હતી. લોન આપનારા અજાણ્યા સંચાલકોએ યુવકને એવો તો હેરાન પરેશાન કરી નાખ્યો કે શું કરવું ને શું ન કરવું તેને સમજાયુ નહીં. આ યુવકે 21 મોબાઈલ એપ્લીકેશનની મદદથી ઈન્સ્ટન્ટ લોન મેળવી હતી. યુવકે લીધેલી પાંચ લાખ રુપિયાની લોન 10 દિવસમાં વધીને સાડા સાત લાખ થઈ ગઈ હતી. જ્યારે આ યુવક લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહ્યો તો લોનના સંચાલકોએ તેને રેપ અને છેતરપિંડીના કેસમાં ફસાવી દેવાની ખોટી ધમકી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હિંમતનગરના કેશરપુરામાં રહેતા કૃણાલ પટેલ સાથે આવી જ બીના ઘટી હતી. તેણે 10 સપ્ટેમ્બર 2021ના રોજ મોબાઈલ એપ્લીકેશનથી ટૂંકા ગાળાની લોન લેવાનું શરુ કર્યું હતું. આ લોન લેતી વખતે કોઈ જાતના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેતા નથી અને ઝડપથી લોન મળી રહે છે. એટલે તેણે 21 મોબાઈલ એપ્લીકેશનના સંચાલકો પાસેથી રુપિયા 5.17 લાખની લોન લીધી હતી. પણ જ્યારે લોનનો હપ્તો ભરવાનો વારો આવ્યો ત્યારે આખો ખેલ સામે આવ્યો અને એ જોઈને યુવક ચોંકી ગયો હતો. યુવકના મોબાઈલ પર દૈનિક ઉઘરાણીના ફોન આવા લાગ્યા હતા. એટલું જ નહીં કૃણાલના મોબાઈલમાં જે સગા વ્હાલા અને મિત્રવર્તુળના નંબરો હતા એના પર તેની વિરૂદ્ધ મેસેજ આવવાના શરુ થઈ ગયા.

આ લોનના સંચલાકો દ્વારા તેને બદનામ કરી નાખવાની ધમકીઓ પણ મળવા લાગી. યુવકને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ મળવા લાગી હતી. સાથે જ છેતરપિંડી અને ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી મળતા યુવક ડરી ગયો હતો. યુવકે રુપિયા 5.17 લાખની લોન લીધી હતી અને જ્યારે આ લોન ચૂકતે કરવાનો વારો આવ્યો તો આ આંકડો રુપિયા7.44 લાખે પહોંચી ગયો હતો. આ તમામ લોન સંચાલકોએ તેની પાસેથી રુપિયા પડાવી લીધા બાદ આખરે યુવકે સીઆઈડીમાં 21 મોબાઈલ એપ્લીકેશનના અજાણ્યા સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રુપિ કિંગ એપ્લીકેશન, ગોલ્ડકેશન એપ્લીકેશન, બોગો કેશ એપ્લીકેશન, સમયરુપી એપ્લીકેશન, રુપિયા બસ એપ્લીકેશન, લોન ક્યુબ એપ્લીકેશન, કેશકિંગ એપ્લીકેશન, રુપી સ્ટાર એપ્લીકેશન, એન્જોય લોન એપ્લીકેશન, ફ્લેશ લોન એપ્લીકેશન, એમ્પલકેશ એપ્લીકેશન, ફ્રેશરુપી એપ્લીકેશન, કેશ પલ એપ્લીકેશન, ફાસ્ટરુપી એપ્લીકેશન, ટોયેટો કેશ એપ્લીકેશન, મોમો એપ્લીકેશન, રુપિસલેન્ડ એપ્લીકેશન, સ્માર્ટ લોન એપ્લીકેશન, રોકેટ લોન એપ્લીકેશન, હેડી લોન એપ્લીકેશનનો સમાવેશ છે.

error: