રાજપીપળા ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં સક્રિય કાર્યકરોને કાર્ડ વિતરણ કરાયું
સમગ્ર નર્મદા જિલ્લામાં સ્થાપના દિવસ ભાજપના કાર્યકર્તાઓએ ઘરે ઘરે ભાજપના ધ્વજ લગાવ્યો
સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમો પણ યોજાયા
ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનું ગૌરવ અનુભવતા કાર્યકરો
નર્મદા જિલ્લામાં 42 મો ભાજપનો સ્થાપનાદિન ગૌરવભેર ઉજવાયો હતો.જેમાં રાજપીપળા ખાતે ટાઉનહોલમાં ભાજપા કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે ભાજપાના સક્રિય કાર્યકરોને સક્રિય કાર્યકરોનું કાર્ડ વિતરણ કરાયું હતું.નર્મદા જિલ્લામાં 962 ભાજપના સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ રાજપીપલાખાતે કરાયું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક દુષ્યન્ત પટેલ ના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ,પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી, મોતીસિંહ વસાવા,મહામન્ત્રી નીલ રાવ,વિક્રમભાઈ તડવી,પણ સહીત નર્મદા જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
એ ઉપરાંત સમગ્ર નર્મદા જિલ્લામાં સ્થાપના દિવસે ભાજપના કાર્યકર્તાઓએ પોતાના ઘરે ઘરે ભાજપનો ધ્વજ લગાવ્યોહતો.
એ ઉપરાંત સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો પણ યોજાયા હતા. રાજપીપલાના વિવિધ વોર્ડમાં મહિલા મોરચાની બહેનો તથા કાર્યકરોએ સફાઈ અભિયાન કર્યું હતું.
ભાજપાના 42માં સ્થાપનાં દિને ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનું ગૌરવ અનુભવતા કાર્યકરોએ ભારત માતાકી જયના નારા લગાવી ધ્વજ સાથે કાર્યકરોએ રેલી પણ કાઢી હતી.
ગોપાલપુરા બુથમાં સાર્વજનિક સ્થળોની સફાઈ કામગીરી કરી, ગ્રામ યાત્રા કરી ત્યારબાદ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જી અને માન્ય વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીજીનો લાઈવ કાર્યક્રમ ટીવી પર કાર્યકર્તાઓ સાથે સાંભળી પેજ સમિતિ ની બેઠક કરી અને ગામમાં કાર્યકર્તાઓના ઘર ઉપર ભાજપના ધ્વજ લગાવ્યો હોવાનું જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધ સિંહ ગોહિલે જણાવ્યું હતું
આ પ્રસંગે સોશિયલ મીડિયા તેમજ આઈ.ટી.સેલ.ના સદસ્યોં,તાલુકા ભાજપ સંગઠન ના તમામ હોદ્દેદારો…તેમજ તાલુકા કારોબારી સભ્યો,તાલુકા ના તમામ ૧૯૦ સક્રિય સભ્યો,તાલુકા માં રહેતા જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો,જિલ્લા કારોબારી ના તમામ સાભ્યો,તાલુકા-જિલ્લા ની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો.,તાલુકા-જિલ્લા ના તમામ ચુંટાયેલા સભ્યો,તાલુકા મોરચા ના તમામ હોદ્દેદારો.તેમજ સભ્યો,મંડળ ના પ્રભારીઓ,શક્તિકેન્દ્ર ના સંયોજકો તેમજ પ્રભારીઓ,તાલુકામાં રહેતા જિલ્લા મોરચાના તમામ હોદ્દેદારો…તાલુકા માં રહેતા જિલ્લા તેમજ પ્રદેશ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા