Satya Tv News

ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઇ દવેનું રાજપીપલા માં આગમન

મીડિયા કર્મીઓ સહિત ભાજપના કાર્યકરો આગેવાનો સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ વધારવાના સૂચનકર્યા બાદ દેશભરમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકરો સોશિયલ મીડિયા મારફતેસૌથી વધુ એક્ટિવ જણાઈ રહ્યા છે. તો ભાજપના કાર્યક્રમમાં વિકાસના કામો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સોશિયલ મીડિયામાં સૌથી ફાસ્ટ કામગીરી ભાજપમાં ચાલી રહી છે.

ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશના મીડિયા કન્વીનર યજ્ઞેશભાઇ દવેનું રાજપીપલા માં આગમનથયું હતું.આગામી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે નર્મદા જિલ્લાની બે વિધાનસભા દેડીયાપાડા નાંદોદ તાલુકાની વિધાનસભા ભાજપે ગુમાવી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં બંને વિધાનસભા કેવી રીતે જીતી શકાય તેની જાતમાહિતી મેળવવા અને સર્વે કરવાની કામગીરી ભાજપે શરૂ કરી દીધી છે

જેમાં આજરોજ રાજપીપળા ખાતે સરકીટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓ સાથે એક ઔપચારિક બેઠક કરી હતી.પત્રકારોએ જરૂરી માહિતી અને જિલ્લાના વિકાસ માટેના સુચનો પણ કર્યા હતાત્યારબાદ ભાજપા કાર્યકર આગેવાનો સાથે થયેલી બેઠકમાં આગામી વિધાનસભા ની ચૂંટણી અંગે માહિતીમેળવી અને માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી નીલ રાવ ની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે નર્મદા જિલ્લાની વિધાનસભા ની બેઠક માટે ચર્ચાઓ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે યજ્ઞેશભાઇ દવેનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: