બિનવારસી ચરસ મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયત પણ યોજાઇ હતી. અત્યાર સુધી વિવિધ એજન્સીઓને મળી આવેલા બિનવારસી તમામ પેકેટ એકજ પ્રકારના હોય તેવુ લાગી રહ્યુ છે.
કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ તસ્કરીના પ્રયાસોની સાથે બિનવારસી ચરસ મળવાનો સીલસીલો બે વર્ષથી ચાલુ છે. કચ્છમાં કાર્યરત લગભગ મોટાભાગની એજન્સીઓએ બાતમી અને સંયુક્ત પ્રયાસોથી આવા અનેક પેકેટ મળ્યા છે. જો કે લાંબા સમયથી આવા પેકેટ મળવાનું બંધ થયુ હતું. હવે ફરી એક સપ્તાહમા BSFને ચરસના 4 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. 4 એપ્રીલના લક્કી ક્રિક પાસેથી BSF ને બે બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. ત્યારે ગુરૂવારે જખૌ નજીક ઇબ્રાહીમ પીર બેટ પરથી વધુ ચરસના બે બિનવારસી પેકેટ મળી આવ્યા છે. જે સ્થાનીક પોલીસને વધુ તપાસ માટે BSF સુપ્રત કરશે. જો કે 2020થી માત્ર BSFએ જ કચ્છના અલગ-અલગ દરિયાઇ વિસ્તારમાંથી 1432 ચરસના પેકેટ બિનવારસી ઝડપ્યા છે. જે ક્યાથી આવ્યા તેની કોઇ વિગતો હજી સુધી સામે આવી નથી.
સ્ટેટ આઇ.બી સ્થાનીક પોલીસ તથા મરીન ટાસ્કફોર્સ સહિત તમામ એજન્સીઓએ શરૂઆતમા સમયમાં દરિયામાં કોમ્બીંગ દરમિયાન આવા ચરસના બિનવારસી પેકેટ કબ્જે કર્યા હતા. જેનો આંકડો તો હજુ વધુ છે, પરંતુ 2020થી સતત કચ્છના દરિયામાંથી આવા બિનવારસી ચરસના પેકેટ મળી રહ્યા છે. કેટલાક સ્થાનિક માછીમારોએ પણ આવા પેકેટ મેળવી વેચવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.