મોંઘવારીના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારી દીધા છે. દૂધ-છાશ બાદ હવે બટરના ભાવ પણ વધ્યા છે. અમૂલ ડેરીએ બટરના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ બટના 100 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકેટના ભાવ વધારાયા છે.
અમૂલ બટરના જૂના અને નવા ભાવ
અમૂલ બટર 100 ગ્રામ – 50 રૂપિયાથી 52 રૂપિયા થયા
અમૂલ બટર 500 ગ્રામ – 245 રૂપિયાથી 255 રૂપિયા થયા
અમૂલ બટર 1 કિલો – 530 રૂપિયાથી 550 રૂપિયા થયા
અમૂલે 1 માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો હતો. તેના બાદ ગુજરાતની લગભગ તમામ મોટી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. યુક્રેન યુદ્ધ, મહામારીના કારણે અમૂલની નિકાસો વધી છે. જેને કારણે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્પષ્ટતા કરી કે, દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પણ ઘટશે નહિ. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં 8 ટકાનો વધારો નોંધાયો છે.