Satya Tv News

હવે પૈસા ઉપાડવા માટે ATM ની જરુર નથી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે લોકોને ડેબિટ કાર્ડ વગર ATM પૈસા ઉપાડવાની સુવિધા મળી શકશે. આ સુવિધા તમામ બેંકોમાં આપવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ વાતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં જ કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા હતી. આ સુવિધા UPI દ્વારા પૂરી કરવામાં આવશે, જેમાં કાર્ડની જરૂર રહેશે નહીં.

આ સુવિધાને સૌથી મોટો ફાયદો એ થશે કે, છેતરપિંડી કરનારા કાર્ડને ક્લોન કરી શકશે નહીં અને આ રીતે થતી છેતરપિંડીના કિસ્સાઓ પણ ઓછા અથવા પુરા જ થઈ જશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં કહ્યું કે,”આનાથી ટ્રાજેંક્શન ખૂબ જ સુરક્ષિત થઇ જશે. હાલમાં, એટીએમ દ્વારા કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા માત્ર કેટલીક બેંકો સુધી મર્યાદિત છે. હવે UPI નો ઉપયોગ કરીને તમામ બેંકો અને ATM નેટવર્ક પર કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે.ટ્રાન્ઝેક્શનની સરળતા ઉપરાંત, તેનો ફાયદો એ પણ હશે કે આવા ટ્રાન્ઝેક્શનમાં માટે ફિઝિકલ કાર્ડની પણ જરુર રહેશે નહીં. કાર્ડ સ્કિમિંગ અને કાર્ડ ક્લોનિંગ વગેરે જેવી છેતરપિંડીઓને રોકવામાં મદદ કરશે.”

કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધામાં બેંક ગ્રાહકને ATMમાંથી રોકડ ઉપાડતી વખતે તેના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ સુવિધાને બેંકમાં COVID-19 મહામારીને પગલે રજૂ કરવામાં આવી હતી, જેથી લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અથવા ઓછામાં ઓછા એકબીજાના સંપર્કમાં ન આવે.

જો તમારુ ખાતુ SBI ,ICICI બેંક, Axice બેંક અને બેંક ઓફ બરોડા સહિત અન્ય બેંકોમાં પણ છે તો પણ તમને આ સુવિધા મળી શકે છે. ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડ વિના પણ તેમના ફોન દ્વારા રોકડ ઉપાડી શકે છે. કાર્ડધારકે આ માટે મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરવો પડશે અને એટીએમમાંથી રોકડ ઉપાડવાની વિનંતી કરવી પડશે કે, તેમની પાસે ડેબિટ કાર્ડ નથી.

error: