Satya Tv News

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (UP CM) ઓફિસ (સીએમઓ)નું ટ્વીટર એકાઉન્ટ શનિવારે હેક કરી લેવામાં આવ્યું હતું. યુપીના સીએમઓ(@CMOfficeUP)ના ટ્વીટર એકાઉન્ટ પર હાલમાં 40 લાખ ફોલોઅર્સ છે. આ ઉલ્લંઘન ત્યારે સામે આવ્યું જ્યારે અજાણ્યા હેકર્સે UP CMO ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને “Twitter પર તમારું BAYC / MAYC એનિમેટેડ કેવી રીતે ચાલુ કરવું” નામના એક ટ્યુટોરિયલના આધાર પર એક પોસ્ટ પબ્લિશ કરી હતી. આ ઉપરાંત યુપી સીએમઓ એકાઉન્ટ પર એક કાર્ટૂનિસ્ટ તસવીરનો પ્રોફાઈલ પિક્ચરના રૂપમાં ઉપયોગ કર્યો હતો.

અજાણ્યા હેકર્સે યુપી સીએમઓ એકાઉન્ટ પર કેટલીક રેન્ડમ ટ્વીટ્સનો એક થ્રેડ પણ પોસ્ટ કરી હતી. જોકે, હાલમાં યુપી સીએમઓ એકાઉન્ટને રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના 600થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. સરકારના ટ્વીટર હેન્ડલ અને ઈમેલ એકાઉન્ટસના હેકિંગ સબંધિત એક સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, 2017થી અત્યાર સુધીમાં 641 એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે.

error: