Satya Tv News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને કેન્દ્ર સરકાર પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, તમામ સંસ્થાઓ આરએસએસના કબ્જામાં છે. તેમણે ચૂંટણીને લઈને પણ ચર્ચા કરી હતી. હાલમાં જ તેમણે વરિષ્ઠ સમાજવાદી નેતા શરદ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આરએસએસ વિરોધીઓને એકજૂટ થવાની વાત કહી હતી. કોંગ્રેસ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત કેટલાય નેતાઓ વિપક્ષને એક થવાની અપીલ કરી ચુક્યા છે.

આ દરમિયાન રાહુલે કહ્યું કે, તેમને સત્તામાં વિપક્ષ નથી. અહીં નેતા છે, જે સત્તા પાછળ લાગ્યા છે. તે હંમેશા સત્તા મેળવવા માટે વિચારતા રહે છે. હવે તેમાં મારી એક અડચણ આવી છે કે, જે સત્તાની એકદમ નજીકમાં આવી છે. પણ સત્ય કહું તો મને સત્તામાં કોઈ રસ નથી. તેના બદલે હું દેશને સમજવાની કોશિશ કરુ છું.

શરદ યાદવ સાથે બેઠક બાદ રાહુલે કહ્યું હતું કે, વિપક્ષમાં, જે પણ આરએસએસ અને વડાપ્રધાન મોદીની વિરુદ્ધમાં છે, તેમને સાથે આવવું જોઈએ. તેઓ સાથે કેવી રીતે આવશે, માળખુ કેવી રીતે તૈયાર થશે. તેના પર ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત એ છે કે, બંને નેતાઓની વચ્ચે બેઠક એવા સમયે થઈ છે, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવાર ઉતારવા પર વિચાર કરી રહ્યા છે.

આ બાજૂ આવાસ પર યાદવે મીડિયા સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ પાર્ટી માટે 24*7 કામ કરે છે અને મને લાગે છે કે, તેમને પાર્ટીના અધ્યક્ષ બનવું જોઈએ. કોંગ્રેસે તેમને અધ્યક્ષ બનાવા જોઈએ. તેના પર રાહુલે જવાબ આપ્યો, અમે તે મુદ્દાને જોઈશું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરદ યાદવને પોતાના ગુરૂ ગણાવ્યા હતા. તેમની પાસેથી રાજકારણમાં ઘણુ બધું શિખ્યો છું.

error: