Satya Tv News

4વર્ષીય માસુમ બાળકી પલાશે આખે આખી પંચકોષીનર્મદા પરિક્રમા હસતા રમતા પુરી કરી.

બાળકો પણ પરિક્રમા કરી શકે એ 4વર્ષીય પાલશે સાબિત કરી બતાવ્યું..

હાલ ગુજરાતમાં એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા નર્મદા જિલ્લાના માંગરોળ ગામે થી થઈ રહી છે. જેમાં હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી રહ્યા છે. પહેલીવાર આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાર વર્ષની એક નાની બાળકી તે પૂર્ણ કરી છે. ગામ વેસુ જિલ્લો સુરતથી પધારેલ મનીષભાઈ હિરાણી પરિવાર નર્મદા પરિક્રમા કરવા આવ્યો હતો તેની સાથે તેની નાનકડી કેટલી પલાસ જેની ઉમર ચાર વર્ષની છે તેણે પણ આજે 21 કિલોમીટર ની પરિક્રમા જરા પણ થાક્યા વગર હસતા રમતા પૂરી કરીને નવા વિક્રમ સ્થાપ્યો હતો. પલાસ ગુજરાતની સૌથી નાની વયની પરિક્રમા કરનાર પહેલી બાલિકા બની છે.

તેના પિતા મનીષ હિરાણીએ જણાવ્યું હતું કે અમારી સાથે આવી છે પણ એ પરિક્રમા નહીં કરી શકે. અમે એને ના પાડી ત્યારે એણે જીદ કરી કે ના હું પણ પરિક્રમા કરીશ. પછી એ અમારી સાથે પરિક્રમાં કરવા તૈયાર થઈ. અને પછી વહેલી સવારે 4 વાગ્યાંથી અમારી પરિક્રમા શરૂ થઈ. અમારી સાથે બીજા પરિક્રમાવાસીઓ પણ હતા. પણ પલાશ આ બધાની આગળ આગળ દોડત દોડતી રમતી રમતી આગળ વધતી હતી. એના ચહેરા પર જરાયે થાક વરતાતો નહોતો અને અને ત્રણથી ચાર કલાકમા હસતા રમતા ક્યાંયે અટક્યા વગર સૌના આશ્ચર્ય વચ્ચે પરિક્રમા પુરી કરી હતી. એના માતા પિતા અને અન્ય પરિક્રમા વાસીઓપણ આ નાનકડી પલાસની હિંમત અને આટલી નાની વયે પરિક્રમા કરતા જોઈને સૌ દંગ રહી ગયા હતા.

પલાશે હસતા રમતા 21કિમિની પરિક્રમા 4વર્ષની નાની વયે પુરી કરી હતી.પાલશે જણાવ્યું હતું કે ખૂબ મઝા આવી.આ અંગે નર્મદા પુત્ર સાંવરિયા મહારાજે જણાવ્યું હતું કે મારી સાથે લાખો લોકોએ પરિક્રમા કરી છે પણ આટલી નાની વયનીકોઈ બાળકીએ આખી પરિક્રમાં કરી નથી. આટલી નાની વયે પરિક્રમા કરનાર આ બાળકી પહેલી છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: